ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવા માટેનો જસદણમાં તમામ બુથ પર કેમ્પ યોજાશે
ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવા માટેનો જસદણમાં તમામ બુથ પર કેમ્પ યોજાશે
જસદણ વિધાનસભા વિભાગના તમામ મતદારોને પ્રાંત કચેરી ખાતેથી જાણવામાં આવ્યું છે કે આપના મતદારકાર્ડ(EPIC)ની સાથે આધાર કાર્ડ લિંક કરવા માટેનો ખાસ કેમ્પ તારીખ 01/01/2023 ના રોજ આપના મતદાન બુથ ખાતે કેમ્પ રાખવામાં આવેલ છે. એટલે કે જ્યાં આપ મતદાન કરો છો તે સ્થળ ઉપર જ્યાં સવારના 10 થી સાંજના 5 કલાક સુધી આપના બી.એલ.ઓ નો સંપર્ક કરી આધારકાર્ડ સાથે જરૂરી ફોર્મ નંબર 6(ખ) ભરીને રજૂ કરવાનું રહેશે. જેમાં આધાર કાર્ડ અને ચૂંટણીકાર્ડ લીંક કરી આપવામાં આવશે.જે પ્રાંત અધિકારી આલ સાહેબે યાદીમાં જણાવેલ છે.તો જસદણ વીંછિયા વિધાનસભાના દરેક મતદારો આ કેમ્પમાં હાજરી આપે અને સરકારના દર માસના પ્રથમ રવિવારના જુંબેશ દિવસસે તમામ મતદાર નાગરિકો લાભ લઈ શકશે.વધુ માહિતી માટે આપના નજીકના બી એલ ઓ નો સંપર્ક કરી શકો છો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.