સિવિલ હોસ્પિટલના ગેઇટની બહાર યુવકે એસિડ પીધું
રાજકોટના જામનગર રોડ પર રહેતા યુવકે બપોરે 2 વાગ્યે સિવિલ હોસ્પિટલના ગેઇટની બહાર એસિડ પી જતાં ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે તબિબે પોલીસકેસ જાહેર કરતાં પ્ર.નગર પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી. એસિડ પી લેનારા યુવકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે બાંધકામનો ધંધો કરતાં હોઇ જે હાલમાં બરાબર ચાલતો ન હોઇ જેથી બેકારી અને આર્થિક સંકડામણને કારણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.