પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અગણિત ઘરોમાં ઘરસભાનો પ્રારંભ કરાવીને પારિવારિક શાંતિનો શાશ્વત ઉપાય ચીંધ્યો. - At This Time

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અગણિત ઘરોમાં ઘરસભાનો પ્રારંભ કરાવીને પારિવારિક શાંતિનો શાશ્વત ઉપાય ચીંધ્યો.


પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અગણિત ઘરોમાં ઘરસભાનો પ્રારંભ કરાવીને પારિવારિક શાંતિનો શાશ્વત ઉપાય ચીંધ્યો.

પ્રમુખસ્વામી મહારાજે ૨,૫૦,૦૦૦ કરતાં વધુ ઘરોમાં જઈને પારિવારિક એકતા દૃઢ કરાવી
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પર્વે બી. એ. પી. એસ. દ્વારા યોજાયું વિરાટ ‘પારિવારિક શાંતિ અભિયાન’
પારિવારિક શાંતિ અભિયાન – આંકડાકીય દૃષ્ટિએ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી ૧૫ એપ્રિલ, ૨૦૨૨ સુધી
૧૭ રાજ્યોમાં યોજાયું પારિવારિક શાંતિ અભિયાન, ૨૪ લાખ ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો
૭૨ હજાર કરતાં વધુ પુરુષ-મહિલા સ્વયંસેવકો જોડાયા. ૧૦ હજાર કરતાં વધુ શહેર-ગામડાઓમાં સંપર્ક ૭૨ લાખ માનવ કલાકોનું સમયદાન ૬૦ લાખ વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા આપી
પારિવારિક શાંતિ અભિયાન – ફળશ્રુતિ
૧૯ લાખ કરતાં વધુ પરિવારોએ સમૂહ ભોજનનો સંકલ્પ કર્યો
૧૦ લાખ કરતાં વધુ પરિવારોએ સમૂહ આરતી-પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો ૪ લાખ કરતાં વધુ પરિવારોએ ઘરસભા કરવાનો સંકલ્પ કર્યો
૨૦૦૩માં બી. એ. પી . એસ બાળપ્રવૃતિ સુવર્ણ મહોત્સવ નિમિત્તે ૧૭,૫૦૦ બાળ-બલિકાઓ દ્વારા ‘આદર્શ કુટુંબ અભિયાન' હેઠળ ૪,૭૫,૦૦૦ ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો આદર્શ કુટુંબ અભિયાન – ૨૦૦૩ - ફળશ્રુતિ
૨,૫૦,૦૦૦ લોકોએ માતા-પિતાને પંચાંગ પ્રણામનો નિયમ લીધો ૧,૯૩,૦૦૦ લોકોએ વ્યસનમુક્ત જીવનનો નિયમ લીધો
૨,૪૦,૦૦૦ લોકોએ નિત્ય ઘરસભાનો નિયમ લીધો
વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય લોકોને ઉચ્ચ જીવનની રાહ ચીંધીને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ‘ વસુધૈવ કુટુમ્બકમ્' – સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં ૯૫ વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યા હતા, પરિવારોને સુગ્રથિત કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી ઉત્સવ ઉપક્રમે સમાજના પ્રત્યેક પરિવાર સુધી પારિવારિક એકતાના સંદેશને પ્રસરાવવાનો આદેશ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આપ્યો.

સંધ્યા કાર્યક્રમ:

ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે ૪:૪૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ' વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિના અભૂતપૂર્વ કાર્યને વર્ણવ્યું હતું.
BAPS ના વિદ્વાન સંત પૂ. નારાયણમુનિ સ્વામીએ ‘પારિવારિક એકતાનું અમૃત પાનાર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ પારિવારિક શાંતિનાં કાર્યો અને તેમણે આપેલ ઘરસભારૂપી વિશિષ્ટ પ્રદાન વિષે વક્તવ્ય આપ્યું હતું.
BAPSના વરિષ્ઠ સંત પૂ. ડૉક્ટર સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિરૂપી વિશિષ્ટ કાર્યને અંજિલ આપી.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પારિવારિક શાંતિ માટે ચીંધવામાં આવેલા માર્ગે ચાલવાની સૌને શીખ આપી હતી.
આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શ્રી હર્ષભાઈ સંઘવી, ગૃહમંત્રી, ગુજરાત
શ્રી શંક્તિસિંહભાઈ ગોહિલ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ
જગદ્ગુરુ શ્રી શિવાદેશીકન્દ્ર મહાસ્વામીજી, પ્રમુખ – જન શિક્ષણ સંસ્થાન (JSS), મહાવિદ્યાપીઠ
પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનન્દજી મહારાજ, અધ્યક્ષ, શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રી અમિતભાઈ ચાવડા,MLA – ગુજરાત, પૂર્વ પ્રદેશ પ્રમુખ-કોંગ્રેસ
શ્રી દિલીપભાઇ જોશી, ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન એક્ટર
શ્રી જયરાજ સી. ઠાકર, મેનેજિંગ ટ્રસ્ટી, નરસી મોનજી એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૨૯ ડિસેમ્બર, ગુરુવારના રોજ યોજાયો નારી સશક્તિકરણ કાર્યક્રમ આજે નારી સશક્તિકરણ વિષયક કાર્યક્રમમાં GCCI, અમદાવાદના પૂર્વ ચેરપર્સન સાવિત્રી પટેલે પ્રમુખસ્વામી મહારાજના નારી સશક્તિકરણના કાર્યોને બિરદાવતા કહ્યું, “ પ્રમુખસ્વામી મહારાજ દીર્ઘદૃષ્ટા હતા, જેમણે બાલિકાઓ માટે અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના દ્વારા, કાર્યકર્તાઓના માધ્યમથી ગર્ભસંસ્કાર વિષયક જાગૃતિ દ્વારા અને અનેક મહિલા પ્રવૃત્તિઓ દ્વારા યોગ્ય રીતે ઘરના સંચાલનને લગતાં કૌશલ્ય તેમજ અન્ય કળા કૌશલ્ય ખીલવી નારીઉત્કર્ષનો પાયો મજબૂત કર્યો. વર્ષોના પુરુષાર્થથી પ્રમુખસ્વામી મહારાજે જે મૂલ્યો અને કૌશલ્યનું સિંચન કર્યું છે તે અત્યારે પ્રમુખસ્વામી નગરમાં સેવારત મહિલા સ્વયંસેવકોમાં આપણે નિહાળી શકીએ છીએ. આ લિકાઓ અને મહિલાઓ આવનાર સમયમાં સમાજઘડતરનું કાર્ય કરશે, જેમાં પ્રમુખસ્વામી મહારાજ નગર ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે.”
‘મમતા એરવિગ્સ’માં ડિરેક્ટર એવા નયના પટેલે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશમાં પણ નારી સશક્તિકરણ માટે અવિરત પ્રયાસો કર્યા. એક સશક્ત નારી તેની આસપાસના સમાજને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે."

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.