યોજનાકીય વિકાસકામોનાં લાભો જનસમુદાયને સમયસર મળી રહે તે રીતે સુચારૂ આયોજન ઘડી કાઢવા કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનો અનુરોધ કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખીને જિલ્લા - At This Time

યોજનાકીય વિકાસકામોનાં લાભો જનસમુદાયને સમયસર મળી રહે તે રીતે સુચારૂ આયોજન ઘડી કાઢવા કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનો અનુરોધ કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખીને જિલ્લા


યોજનાકીય વિકાસકામોનાં લાભો જનસમુદાયને સમયસર મળી રહે તે રીતે સુચારૂ આયોજન ઘડી કાઢવા કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનો અનુરોધ

કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્રની સજ્જતા બાબતે અવગત થતાં કેન્દ્રીય મંત્રી

કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગનાં કેન્દ્રીય મંત્રી અને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે આજરોજ બોટાદ જિલ્લા સેવા સદનનાં કોન્ફરન્સ હોલ ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરવાની સાથોસાથ જનસમુદાયને સમયસર તેના લાભો મળી રહે તે રીતનું સુચારૂ આયોજન ઘડી કાઢવા દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ અનુરોધ કર્યો હતો.

જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની ઉક્ત બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાએ સરકાર ની અનેકવિધ જનલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાનાં લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં લોકો આત્મનિર્ભર બને અને બોટાદ જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું.

જિલ્લામાં પુરૂષ અને મહિલાઓનો એકસરખો રેશિયો જળવાઈ રહે તે માટે જિલ્લામાં કોઈ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ જો થતું હોઈ તો તેવા તબીબો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા, જિલ્લા-તાલુકાકક્ષાએ “બેટી બચાવો-બેટી પઢાઓ”નું અભિયાન સત્વરે હાથ ધરવા તેમજ જિલ્લાની શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સમયસર પેટ્રોલિંગ કરવાની સુચના આપી હતી.

કેન્દ્રીય મંત્રી મુંજપરાએ કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખીને ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, ઉપલબ્ધ બેડ સહિત કોરોનાને લગતી યોગ્ય જરૂરિયાતો તેમજ હોસ્પિટલમાં આવેલા સાધનોની માહિતી મેળવી જરૂરી સુચનો કર્યા હતાં. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન થાય અને જરૂર વગર બહાર ન નીકળવા તેમજ ભીડથી બચવા મંત્રીશ્રી મુંજપરાએ સૌને અપીલ કરી હતી.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન નાગરિક પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, નગરપાલીકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

જિલ્લા કલેક્ટર બીજલ શાહે ઉક્ત બેઠકમાં જિલ્લામાં અગત્યના વિકાસકીય પ્રોજેક્ટની ઝીણવટભરી જાણકારી આપવાની સાથે જિલ્લામાં ચાલતા યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી, ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને ઉમેશભાઇ મકવાણાએ પણ જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા, નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક મકવાણા સહિતનાં સમિતિના અન્ય સભ્યશ્રીઓ, જિલ્લાનાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Report, Nikunj Chauhan
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.