પંચમહોત્સવનો ચોથો દિવસ, લોકગાયકશ્રી ધર્મેશ બારોટ અને અભિતા પટેલ દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાઈ
આજરોજ તા.૨૯ ડિસેમ્બરના રોજ લોકગાયકશ્રી પાર્થ ઓઝા સંગીત સંધ્યા રજૂ કરશે,મુખ્ય કાર્યક્રમ રાત્રે ૮ વાગ્યાથી શરૂ થશે
ગોધરા
પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા "વર્લ્ડ હેરિટેજ સાઇટ" તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.આજ રોજ પંચમહોત્સવના ચોથા દિવસે લોકગાયકશ્રી ધર્મેશ બારોટ અને અભિતા પટેલ દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ થકી થઈ હતી. શ્રી વિજાનંદ દ્વારા રાવણહથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું.સુશ્રી આસ્થા પટેલ હાલોલ દ્વારા ભરતનાટ્યમ રજુ કર્યુ હતું. સ્થાનિક લોક ગાયકશ્રી કાર્તિક પારેખ અને રુદ્રાક્ષ મ્યુઝિક ગ્રુપ દ્વારા સંગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ચાર તથા પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત ખુશ્બુ ગુજરાત કી ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું. અહીં નોધનીય છે કે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે.
આજરોજ તા.૨૯ ડિસેમ્બરના રોજ લોકગાયકશ્રી પાર્થ ઓઝા દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાશે જે મુખ્ય કાર્યક્રમ રાત્રે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવશે.
આ પ્રસંગે હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રહસિંહ પરમાર, અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,પ્રાંત અધિકારીશ્રી હાલોલ સહિત મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.