જિલ્લા કક્ષા નિબંધ, ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાના ફોર્મ તા. ૧૬/૦૧/૨૦૨૩ સુધી ભરવાની રહેશે - At This Time

જિલ્લા કક્ષા નિબંધ, ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાના ફોર્મ તા. ૧૬/૦૧/૨૦૨૩ સુધી ભરવાની રહેશે


રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મહીસાગર દ્વારા સંચાલિત શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારીત વક્તૃત્વ, નિબંધ, તથા ચિત્ર સ્પર્ધાનુ આયોજન બે વિભાગમા યોજાશે. જેમા ૧૫ થી ૧૯ વર્ષ અ વિભાગ તથા ૧૯ વર્ષ થી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના “બ” વિભાગમા આવશે. નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાનો વિષય “શ્રી અરવિંદ ઘોષનુ જીવન કવન રહેશે. સ્પર્ધાની તારીખ તથા સ્થળ હવે પછી જાહેર કરવામા આવશે.જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. તથા રાજ્ય કક્ષાએ પ્રથમ ૧૦ સ્પર્ધકોને વિના મુલ્યે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે સરકારશ્રીના ખર્ચે લઇ જવામા આવશે. આ સ્પર્ધામા અરજી કરવા માટે સાદા કાગળમાં સ્પર્ધકનું નામ, સરનામુ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, સ્પર્ધાનુ નામ, સ્પર્ધાનો વિભાગ, સ્કુલ / કોલેજનુ નામ અને સરનામુ, વગેરે વિગતો લખી સ્પર્ધકનું આધાર કાર્ડ સાથે જોડી તા. ૧૬/૦૧/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નંબર-૨૧૨, બીજો માળ, કલેકટર કચેરી, લુણાવાડા,જી-મહીસાગર ખાતે મોકલી આપવાની રહેશે. બપોરે ૧૨ ક્લાક પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.