રાજકોટ માં સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ કમિશનરનું જાહેરનામું
શહેરમાં સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ હથિયાર બંધી સહિત જુદા જુદા દસ જાહેરનામાં રિન્યુ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે.
હથીયાર બંધી અંગેનું જાહેરનામું ચાર કરતા વધારે માણસોને ભેગા કરવા પર કે સભા બોલાવવા તથા સરઘસ કાઢવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું ઘ્વનિ પ્રદુષણ નિયમો-૨000 અન્વયે ઘ્વનીની માત્રાનું ચુસ્ત પણે પાલન કરવા અંગેનું જાહેરનામુ, રાજયમાં વિવિધ શહેર જીલ્લાઓ ખાતે સૈન્ય તથા અન્ય શસ્ત્ર પોલીસ ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ થતું હોય જે પોશાક તથા અન્ય ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું, અન્ય શહેર તથા જીલ્લા ના તથા બહારના રાજયમાંથી અગર દેશ બહારથી (વિદેશી) આવતા આવારા તત્વો (માણસો) નો રહેણાંક તથા ઔઘોગિક વિસ્તારોમાં મકાનો, એકમો ભાડે આપતા હોય જે મકાનો ભાડે આપતા માલીકોએ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અંગે સી.સી. ટી.વી. કેમેરા અંગેનું જાહેરનામું: ડ્રોન અંગેનું જાહેરનામું નોકર ઘરઘાટી અંગેનું જાહેરનામું, સરકારી કચેરીમાં બિન અધિકૃત વ્યકિતઓના પ્રવેશની મનાઇ અંગેના જાહેરનામું અને હોટલ, લોજ, ધાબા, બોડીંગ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, મુસાફર ખાનાઓમાં અસામાજીક તત્વો- ગુન્હેગારો પરપ્રાંતિયો અને આંતર જીલ્લાના નાગરીકો ઉપરાંતવિદેશી નાગરીકો ટુંકા ગાળાની મુલાકાતે આવી રોકાતા હોય તેઓએ તથા ભારતીય તથા વિદેશી નાગરીકો માટે PATHIK SOFTEARE (PROGRAME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMATIKS) માં ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવાનું તથા વિદેશી નાગરીક માટે ’C’ ફોર્મ FORO Modual (IVFRRT) સોફટવેર બન્નેમાં ડેટા એન્ટ્રી કરવા અંગેના જાહેરનામા તા. 1-1-2023 થી 28-2-2023 ના સુધીના બહાર પાડી પ્રતિંબધ ફરમાવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.