લીમડી ડિવિઝનના થાનગઢ, ચોટીલા,નાની મોલડી પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરાયો.
તા.28/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કુલ 116 ગુનાઓની બોટલો નંગ.19,625 તથા બીયર ટીન નં.5671 એમ કુલ મળીને નં.25,296 જેની કિ.રૂ.58,41,138 નો નાશ કરવામાં આવ્યો હતો.
લીમડી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચેતનકુમાર મુંધવા લીમડી ડિવિઝનના થાનગઢ, ચોટીલા તથા નાની મોલડી પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ મારફતે ગુનાના કામે જપ્ત કરેલ વિદેશી દારૂનો નાશ કરવા માટે લગત કોર્ટ ખાતેથી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરાવડાવી અમો પ્રાંત અધિકારી તથા ચોટીલા અધિક્ષક નશાબંધી અને આવકારી વિભાગ સુરેન્દ્રનગર તથા થાણા અધિકારી ચોટીલા નાની મોલડી થાનગઢ પોલીસ સ્ટેશનની કમિટી દ્વારા ચોટીલા ઝરીયા મહાદેવના મંદિરની બાજુમાં આવેલ સરકારી ખરાબામા ચોટીલા પોલીસ સ્ટેશન નાની મોલડી પોલીસ સ્ટેશન તથા થાનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની ધારાઓ હેઠળ અલગ-અલગ ગુનામાં પકડાયેલ નીચે જણાવ્યા મુજબના વિદેશી દારૂના મુદ્દામાં નાશ કરવામાં આવેલ છે. (1) ચોટીલા પોલીસ સ્ટેશન ખાતેના કુલ 46 ગુનાઓની નાની મોટી બોટલો નંગ.3725 તથા બીયર ટીન નંગ 3012 એમ કુલ મળીને નંગ 6737 જેની કિ.રૂ.11,71,710, (2) થાનગઢ પોલીસ સ્ટેશન ખાતેના કુલ 49 ગુનાઓની નાની મોટી બોટલ નંગ 12,494 તથા બીયર ટીન નંગ 2652 મળી કુલ 15,146 જેની કિ.રૂ.33,78,740, (3) નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતેના કુલ 21 ગુનાઓની નાની મોટી બોટલો નંગ 3406 તથા બીયર ટીન નંગ 7 મળી કુલ 3413 જેની કિ.રૂ.12,90688 એમ કુલ મળીને ત્રણેય પોલીસ સ્ટેશન નો કુલ 116 ગુનાઓની નાની મોટી બોટલ નંગ 19,625 તથા બીયર ટીન નંગ 5671 મળી કુલ 25,296 જેની કિ.રૂ.58,41,138 નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો સ્થળ ઉપર લીમડી ડીવાયએસપી ચેતનકુમાર મુંધવા, ચોટીલા નાયબ કલેકટર ગળચર સાહેબ સહિત ચોટીલા પીઆઇ જે.જે જાડેજા, થાનગઢ પીઆઇ કે.બી વિહોલ, નાની મોલડી પીએસઆઇ વાય.એસ.ચુડાસમા સહિતના સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.