*સાબરકાંઠા આરોગ્યતંત્રની સજ્જતા : કોરોનાની સંભવિત પરીસ્થિતિને લઈ મોકડ્રિલ યોજાઇ* *********** - At This Time

*સાબરકાંઠા આરોગ્યતંત્રની સજ્જતા : કોરોનાની સંભવિત પરીસ્થિતિને લઈ મોકડ્રિલ યોજાઇ* ***********


*સાબરકાંઠા આરોગ્યતંત્રની સજ્જતા : કોરોનાની સંભવિત પરીસ્થિતિને લઈ મોકડ્રિલ યોજાઇ*
***********
*હિંમતનગર સિવીલ હોસ્પિટલ ખાતે આઇ.સી.યુ.ના ૭૪ જેટલા બેડ તૈયાર કરાયા*
*************
*જિલ્લાની સરકારી અને ખાનગી ૭૦ થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં મોકડ્રિલ યોજાઇ*
***************
કોરોનાથી નિર્માણ થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈ સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલ કોલેજ હિંમતનગર ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ શાહની ઉપસ્થિતિમાં મોકડ્રિલ યોજાઇ હતી.
હિંમતનગરની સિવીલ હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓને સરવાર મળી રહે તે માટે ૧૬૧ જેટલા બેડ તૈયાર કરાયા છે. જેમાં આઇ.સી.યુ.ના ૭૪ બેડનો સમાવેશ છે. દર્દીઓમાં ઑક્સિજનની ઉણપ જણાય તો
૧૦ ટન જેટલો લિક્વીડ ઑક્સિજન, ઑક્સિજન કોન્સનટ્રેટર,મેડીકલ સ્ટાફ,મેડીસીન વગેરે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લાની સરકારી અને ખાનગી ૭૦થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં મોકડ્રિલ યોજી સજ્જ્તા ચકાસવામાં આવી હતી.
મોકડ્રિલ દરમિયાન સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જિલ્લામાં કોરોનાની સ્થિતિ સામે સાવચેતી જળવાય તે માટે માસ્ક,સેનેટાઇઝરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.તેમજ કોરોના ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્યશ્રી વી.ડી ઝાલાએ જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓમાં કોરોનાને લઈને પૂરતી સગવડ થાય તે માટે સુચન કર્યુ હતુ.
મોકડ્રિલમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી રાજ સુતરીયા, હોસ્પિટલ ડીનશ્રી રાજીવ દેવેશ્વર, મેડિકલ સુપ્રીડેન્ટેડ ડૉ.આશિષ કટારકર,સી.ડી.એમ.ઓશ્રી અજય મુલાણી,આર.એમ.ઓશ્રી ડૉ.એન,એમ. શાહ તેમજ આરોગ્ય અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા છે.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.