કોવિડ-૧૯ ના તૈયારીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઇ
જિલ્લા વહિવટી તંત્ર કોવિડ સામે લડવાં તમામ રીતે સક્ષમ – જિલ્લા કલેક્ટરશ્રી ડી.કે.પારેખ
પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસોને ધ્યાને લઇ રાજ્ય સરકારની સાથે સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ તમામ કામગીરીઓની સમીક્ષાના ભાગરૂપે આજરોજ કોવીડ – ૧૯ ની તૈયારીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, દવાઓ તેમજ જરૂરી વસ્તુઓ માટે મોક-ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોર્પોરેશન કક્ષાની મોક-ડ્રિલ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર રૂવા ખાતે રાખાવામાં આવે હતી.જ્યાં PSA પ્લાન્ટનું મોકડ્રિલ કરવામાં આવ્યું હતુ.
આ તકે મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, આગામી સમયમાં જો કોરોનાનું સંક્રમણ વધે તો તેનો સામનો કરી શકવા બદલ શહેરનાં તમામ આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે તે અંગેની સમિક્ષાના ભાગરૂપે મુલાકાત લેવામાં આવી હતી.
ઓક્સિજન, સ્ટાફ, બેડની વ્યવસ્થાઓ, દવાઓ વગેરેને ધ્યાને રાખી તમામ કામગીરીઓનું ઝીણવટભર્યુ નિરિક્ષણ કરવામાં આવ્યું હતુ. ભાવનગરની સર ટી. હોસ્પિટલ સહિત તમામ વોર્ડનાં આરોગ્ય કેન્દ્રો પણ કોવિડ સામે લડવા સક્ષમ છે. સાથે સાથે નાગરીકો પણ કોરોનાની ગાઇડલાઇન અનુસરે તેમ તેમણે વધુમા જણાવ્યું હતુ.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રી ડી.કે.પારેખે જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિને અનુલક્ષીને ભાવનગર શહેર તથા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સિનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓના ભાગરૂપે કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના સામે રક્ષણ માટે અગાઉ જે તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી તે તમામ તૈયારીઓ ઉપરાંત જરૂરીયાત મુજબની કામગીરીઓ હાથ ધરવામાં આવશે. સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલમાં હાલ કોરોનાના બેડની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
કલેક્ટરશ્રી દ્વારા ભાવનગરની સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના સામેની લડાઈની તૈયારીઓનું નિરીક્ષણ- અવલોકન કર્યું હતું. કલેક્ટરશ્રીએ કોરોના વોરીયર્સ એવાં ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ સાથે વાર્તાલાપ કરીને કોરોનાની તૈયારીઓ વિશેની જાણકારી મેળવી હતી.
આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઇ શાહ, ભાવનગર મહાનગરપાલિકા કમિશ્નરશ્રી એન.વી.ઉપધ્યાય, મહાનગરપાલિકા આરોગ્ય અધિકારીશ્રી ડો.રમેશ સિંન્હા, મેડિકલ કોલેજનાં ડિનશ્રી ડો.હેમંત મહેતા સહિતના અધિકારીશ્રીઓ, ડોક્ટર, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોટર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.