કોકિલાબેન માટે જીવનનો આધાર બની ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના
કોકિલાબેન માટે જીવનનો આધાર બની ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના
આ યોજના થકી જાણે સરકારે જ મારા પરિવારના સભ્ય તરીકે મારુ ધ્યાન રાખ્યું છે”: લાભાર્થી
સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક રીતે સધિયારો પૂરો પાડવા ગંગાસ્વરૂપા સહાય યોજના કાર્યરત છે. બોટાદના રહેવાસી કોકીલાબેન ચંદ્રકાંતભાઈએ ગળગળા અવાજે આ યોજના બાબતે જણાવ્યું હતું કે, "મારા માટે આ યોજના થકી જાણે સરકારે જ મારા પરિવારના સભ્ય તરીકે મારુ ધ્યાન રાખ્યું છે. મારા પતિનાં દેહાંત પછી હું જાણે સાવ એકલી જ પડી ગઈ હતી, બાળકો ન હોવાના કારણે હવે મારું કોણ ? એ પ્રશ્ન મને સતાવતો હતો, પરંતુ સરકારશ્રીની આ યોજના મારા માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. દર મહિને મારા બેંક ખાતામાં અચૂકપણે નાણાં જમા થઈ જાય છે. જેનો ઉપયોગ હું મારી દવા લેવામાં કરી શકું છું. આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અમારી જેવી અનેક મહિલાઓને અઢળક યોજનાઓ થકી નવજીવન બક્ષ્યું છે."
કોકિલાબેને ગર્વભેર ઉમેર્યું હતું કે, "આજે મહિલાઓને દરેક ક્ષેત્રે આગળ વધવા માટે પણ સરકારશ્રી દ્વારા સતત મદદ કરવામાં આવી રહી છે, જે ખરેખર સરાહનીય બાબત છે. રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યની તમામ બહેનો-દીકરીઓ-માતાઓની સતત સંભાળને કારણે આજે આપણી અનેક બહેનો પોતાના પગ પર ઊભી થઈને સ્વાવલંબન તરફ દોટ મૂકી રહી છે. આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક સહિત તમામ ક્ષેત્રોમાં હવે મહિલાઓનો ડંકો વાગી રહ્યો છે
Report by Nikunj Chauhan 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.