વીંછિયા પુલને લઈને મોટા સમાચાર - At This Time

વીંછિયા પુલને લઈને મોટા સમાચાર


વીંછિયા પુલને લઈને મોટા સમાચાર

વિંછીયા આંબલી ચોક ખાતે જે પુલ(લીજ)બની રહીયો છે તેના કારણે ૨૦૦ પરીવાર રોજીરોટી વિહોણા થશે : મુકેશ રાજપરાએ રાજકોટ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

વિંછીયા તાલુકાની અંદર આંબલી ચોક ખાતે જે જસદણ/અમદાવાદને જોડતા રસ્તા ઉપર આંબલી ચોક ખાતે જે પુલ(બીજ) મંજુર થયેલ હોય પરંતુ આ પુલ થી ૨૦૦ પરિવાર રોજીરોટી વિહોણા થાય એમ છે અને આ પુલની બન્ને બાજુએ માત્ર ૫૦ ફૂટના અંતરે બન્ને બાજુએ મોટા પુલ બનેલા છે હાલ આ પુલથી કોઈ ટ્રાફીકની સમસ્યા દુર થાય એમ નથી કારણ કે બન્ને બાજુએ મોટા પુલ આવેલા છે. બીજુ આ પુલ બનવાથી આશરે ૨૦૦ પરિવાર નાના મોટા ધંધા રોજગાર સાથે જોડાયેલા છે અને તેમા બધાજ નાના વ્યવકિતઓ છે હાલ આ પુલથી આ બધાજ નાના વેપારીઓને ખુબજ નુકશાની જાય અને પોતાના પરીવારને ત્રણ ટાઈમ જમવાના પણ ફાફા પડે એમ છે જેથી આ તમામ નાના વેપારીઓને પ્રથમ વેપાર માટે જગ્યા ફાળવવામાં આવે ત્યાર પછી આ પુલ બનાવવામાં આવે અને જો આ પુલની ડીઝાઈનમાં ફેરફાર કરવામાં આવે તો પણ ખુબજ ઓછી નુકશાની જાય એમ છે. અને જો બાબતે કઈ એક્શન લેવામાં નહિ આવે તો ન છુટકે રાજગૃપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ દ્વારા ગાંધીચીધ્યા માર્ગે ન્યાય માટે ઉપવાસ ધરણા કરવા પડશે જે રાજગૃપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ દ્વારા રાજકોટ કલેક્ટરને અને મુખ્ય મંત્રી સુધી લેખીતમાં અરજી કરવામાં આવી છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.