માળીયા હાટીના એસ ટી બસના પ્રશ્નને લઈ ધારાસભ્યની ધારદાર રજુઆત ફળી
તાજેતરમાં જુનાગઢ ડેપોની જૂનાગઢ થી માળીયા હાટીના આવવા માટે સવારે ૭/૧૫ કલાકે ઉપડતી બસ અને માળીયા હાટીના થી જૂનાગઢ જવા માટે સવારે ૯ કલાકે ઉપડતી બસને પૂરતો ટ્રાફિક મળતો હોવા છતાં આ બસ એસ ટી તંત્રના અધિકારી બસ કરેલ
તેમજ ધોરાજી થી માળીયા હાટીના હાઇવે પરથી પસાર થતી બસ અનિયમિત હોવાની ફરિયાદ પેસેન્જર માં હતી
આ રજુઆત એસ ટી સલાહકાર સમિતિના સભ્ય મહેન્દ્રભાઈ ગાંધીએ ધારાસભ્ય ભગવનજીભાઈ કરગઠિયાને રજુઆત કરતા ધારાસભ્ય ભગવનજીભાઈ કરગઠિયાએ જૂનાગઢ એસ.ટી ડિવિઝન ખાતે જાતે જઈ જવાબદાર અધિકારીઓ ને ભાર પૂર્વક રજુઆત કરતા એને બંને બસ કાયમી ધોરણે રેગ્યુલર ચાલુ કરવાની જવાબદારી અધિકારીઓ દ્વારા ખાત્રી આપવાની સાથે બંને બસ રેગ્યુલર ચાલુ થતા પ્રજામાં ખુશીની લાગણી છવાણી હતી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.