વિસાવદર તાલુકાના કુબા (રાવણી ) ખાતે આવેલ દિગમ્બર આશ્રમમાં ભાગવત સપ્તાહનું રસપાન કરતા ભક્ત સમુદાય
વિસાવદર તાલુકાના કુબા (રાવણી ) ખાતે આવેલ દિગમ્બર આશ્રમમાં ભાગવત સપ્તાહનું રસપાન કરતા ભક્ત સમુદાય
વિસાવદર
સોરાષ્ટ એટલે જતી સતી શુરાની અને ભક્તોને જન્મ દેનારી ભૂમિ છે. અહીં ડગલેને પગલે સંતો ભક્તો અને શૂરવીરો થયા છે. સતાધાર,પરબ, મોણીયા નાગબાઈમાં, સંત શિરોમણી રૈદાસ સરસઈ, આવા મહાન સંતો ભગતો આ ભૂમિમાં પાક્યા છે. આવી જ એક પાવન ભૂમિ એટલે વિસાવદર નજીક કુબા (રાવણી ) ખાતે આવેલ દિગમ્બર આશ્રમ ત્યાં બિરાજમાન મહંત ધ્વરા હાલ ધર્મભક્તિ સમાન કાર્ય કરી રહિયા છે.
હાલ દિગમ્બર આશ્રમ ખાતે તારીખ 21/12/22 થી ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. આજે અસંખ્ય લોકો ભાગવત સપ્તાહનું ભક્તિ પાન કરી રહિયા છે. દાતાઓ ધ્વરા દાનની સરવાણી વહી રહી છે.કથા વ્યાસપીઠ પર યુવા જાનવીબેન પંડ્યા ભલગામ (બીલખા ) વાળા હાલ બિરાજમાન છે. જેની મધરવાણીથી ભક્તિપાન કરવી રહિયા છે.29/12/22 ના રોજ પૂર્ણવુતિ રાખેલ છે હાલ દરોજ્જ બપોર તેમજ સાંજના કથા પાન કરી રહેલા ભક્તો સેવકોને પ્રસાદનું પણ આયોજન થયેલ છે.
આશ્રમના મહંતશ્રી એ તમામ ભક્તગણ કથાનો લાભ લે તેમ જણાવ્યું છે
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.