રાજકોટમાં એક સપ્તાહમાં ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીના 444 કેસ મનપાના ચોપડે નોંધાયા, સાવચેતી જરૂરી - At This Time

રાજકોટમાં એક સપ્તાહમાં ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીના 444 કેસ મનપાના ચોપડે નોંધાયા, સાવચેતી જરૂરી


રાજકોટમાં કડકડતી ઠંડી શરૂ થઇ ગઇ છે ત્યારે મચ્છરજન્ય સાથે સિઝનલ રોગચાળાનો ફેલાવો પણ યથાવત રહ્યો છે. તેમાં છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના કેસ ઘટીને માત્ર ચાર નોંધાયા છે તો શરદી, ઉધરસ, તાવ જેવા નવા સાડા ચારસો જેટલા દર્દીની નોંધ કોર્પો.ના ચોપડે થઇ છે. ઠંડીના કારણે સિઝનલ રોગચાળાના દર્દી સરકારી દવાખાનાઓમાં તો વધ્યા છે, સાથે જ ખાનગી કલીનીકમાં અને હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા સતત વધતી રહી છે. ઠંડીમાં બહારની ખાણીપીણી અને ઠંડા પીણાના સેવનના કારણે પણ લોકોને શરદી, ઉધરસનો ચેપ લાગવા માંડયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.