રાજકોટમાં ઘરમાં મહેફિલ કરી પાડોશીઓને ત્રાસ આપતા, મહિલાએ કહ્યું- છૂટ્યા પછી કંઈ કરશે તો? પોલીસ પ્રોટેક્શન આપો
રાજકોટમાં ગઈકાલે નિર્મલા રોડ નજીક તિરુપતિનગર સોસાયટીમાં 8થી વધુ શખસો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે પાડોશમાં રહેતી મહિલાઓએ દારૂની પાર્ટી કરતા શખસોને તેમના ઘરમાં જ તાળું મારી પૂરી દીધા હતા. બાદમાં પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી આવી હતી અને ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. આજે પોલીસે ત્રણેય આરોપીને ઘટનાસ્થળે લાવી પંચનામુ કર્યું હતું. પાડોશમાં રહેતી રૂપલબેન પરમારે જણાવ્યું હતું કે થોડા દિવસમાં આ તમામ આરોપીઓ છૂટી જશે. બાદમાં અમને કંઈ કરશે તો અમારું કોણ? અમને પોલીસ પ્રોટેક્શન આપે એવી અમારી માગ છે. મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે દારૂ પીને અમારા વિસ્તારના લોકોને ત્રાસ આપતા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.