બાલાસિનોરમાં ટેકાના ભાવે ખરીદાતી જણસમાં ખેડૂતો પાસેથી પૈસાની માગણી કરનારને આખરે છૂટો કરાયો
બાલાસિનોરના સરકારી અનાજ ગોડાઉનમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તેમની જાણસોની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતો પાસે લેબર કામ કરતા મજુર દ્વારા મજૂરીના નામે એક કટ્ટા દીઠ મજૂરી કામના અને ગ્રેડર દ્વારા પૈસાની માગણી કરવામાં આવતી હતી. જેનો અહેવાલ ગત તારીખ ૨૨મીએ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને બાલાસિનોર મામલતદારે તાત્કાલિક મ અસરથી ગોડાઉન મેનેજરને નોટિસ આપી ખેડૂતો પાસેથી લેવામાં આવતા
પૈસા માગણી કરનાર મેનેજરને નોટીસ પાઠવી
પૈસા બાબતેનો ખુલાસો તાત્કાલિક અસરથી માંગવામાં આવતા ગોડાઉન મેનેજર દ્વારા ગોડાઉનમાં લિબર કોન્ટ્રાક્ટરને આ લેબર કામ કરતા મજુર દ્વારા મજૂરીના નામે ખેડૂતો પાસેથી પૈસા માગતો હોય તેને તાત્કાલિક અસરથી છૂટો કરી દેવામાં
આવ્યો હતો. જ્યારે ગ્રેડર દ્વારા પણ ખેડૂતોને પાસે પૈસા માગણી કરતો હોવાથી ગ્રીટીંગ એજન્સીને પણ નવા ગીડર મુકવા જણાવ્યું હતું. જેના પગલે ગોડાઉનમાં કામ કરતા મજૂરોમાં પણ ફ્લાટ ફ્લાયો છે, જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.