કષ્ટભંજનદેવ મંદિર, સાળંગપુર ખાતે નવનિયુક્ત શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરનો સત્કાર સમારોહ તથા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ
કષ્ટભંજનદેવ મંદિર, સાળંગપુર ખાતે નવનિયુક્ત શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરનો સત્કાર સમારોહ તથા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ
રાજ્યની ડબલ એન્જિન સરકારે શિક્ષણક્ષેત્રે નવા આયામો સર કરવાની સાથે અનેક નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે: શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજરોજ કષ્ટભંજનદેવ (B.A.P.S.) મંદિર, સાળંગપુરના ઓડીટોરીયમ હોલ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના નવનિયુક્ત કેબિનેટ મંત્રી ડૉ.કુબેર ડિંડોરનો સત્કાર સમારોહ તથા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ હતી.
મંત્રી ડૉ. કુબેર ડિંડોરે સત્કાર સમારંભમાં પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે શિક્ષણ યાત્રાને વધુને વધુ વેગવંતી બનાવવાનો નિર્ધાર કર્યા છે. શિક્ષક સમાજનો સાચો ઘડવૈયો છે ત્યારે શિક્ષકે બાળકો અને વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવાની સાથે સારા સંસ્કારો આપીને ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરવાની હિમાયત કરી હતી.
રાજ્યની ડબલ એન્જિન સરકારે શિક્ષણક્ષેત્રે નવા આયામો સર કરવાની સાથે અનેક નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી હોવાનું જણાવ્યું હતું. શિક્ષણવિભાગના ઘણાં પ્રશ્નોનું સરકાર દ્વારા સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે. જે પ્રશ્નોનું નિરાકરણ બાકી હોય તેવા તમામ પ્રશ્નોનું નિરાકરણ પણ ઝડપથી લાવવાની પ્રતિબધ્ધતા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સારા સુચોનોને સ્વીકારીને ગુજરાતના હિતમાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા કટીબધ્ધ છીએ તેમ મંત્રીએ જણાવ્યું હતું.
આગામી સમયમાં નવા આયામો, નવા પ્રયોગો, નવી ટેક્નીકો, નવી ઉપલબ્ધિઓ સાથે શાળાઓ વધુ આદર્શ બને તે દિશામાં આગળ વધવાની અભિલાષા વ્યક્ત કરી હતી. રાજ્યપાલએ ગુજરાત વિદ્યાપીઠમા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે તેવી જ રીતે તમામ શાળામાં પણ સ્વચ્છતા જાળવવાની મંત્રીએ હિમાયત કરી હતી. સરસ્વતીના ઉપાસકોને શિક્ષણવિભાગની કામગીરીને અનુલક્ષીને જો કોઇપણ પ્રકારનું કામ હોય તો તેમની ઓફીસનો સંપર્ક કરવા મંત્રીએ કહ્યું હતું. અંતમાં સરસ્વતીના ઉપાસકોનો ઋણ સ્વીકારી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સતપાલસીંગ, મહામંત્રી કમલાકાંત ત્રિપાઠી, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતાં.
કાર્યક્રમના પ્રારંભે મંત્રી ડૉ. કુબેર ડિંડોરને બી.એ.પી.એસ. ના ભક્તિ સાગરજીએ પ્રમુખસ્વામીજીનુ પુસ્તક તેમજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતિષ પટેલે મંત્રીને સરસ્વતીની તસવીર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ ઉપરાંત રાજ્ય અને જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોઓ, પ્રમુખ, મહામંત્રીઓએ પણ મંત્રીને વિવિધ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.
પ્રારંભે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિષ પટેલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુ ડાભી, તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો પ્રમુખ, મહામંત્રી ચેરમેનઓ સહિત શિક્ષક જ્યોત સંપાદક મંડળના સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
Report, Asraf jangad Botad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.