બોટાદમાં ચારણ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારે લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.
બોટાદમાં સોનલ બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ ચારણ સમાજ સહિત અન્ય સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા ત્યારે આજરોજ સોનલ બીજ ઠેર ઠેર ઉજવાઈ રહી છે ત્યારે બોટાદ ચારણ સમાજ દ્વારા સોનલ બીજ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી બોટાદના પાળીયાદ રોડ પર આવેલ પાંચપડા વિસ્તારમાં રહેતા કનુભાઈ ગઢવી ના ઘરેથી સોનલ બીજ નિમિત્તે સોનલમા ની ભવ્ય શોભાયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા પાંચપડા વિસ્તાર, સુંદરમ સ્કૂલ, પંચવાણી કાંટો, પાળીયાદ રોડ થઈ ગોવિંદપાર્ક ખાતે આવેલ પટેલ સમાજ ની વાડી ખાતે પુર્ણાહુતી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.બોટાદમાં ચારણ. (ગઢવી) સમાજ દ્વારા છેલ્લા (૨૦) વર્ષથી સોનલબીજ ની ઉજવણી કરવામાં આવેછે. ત્યારે બધા ભાવિ ભક્તો આ સોનલબીજ ની શોભાયાત્રા માં તમામ ભાવિ ભક્તો જોડાયા હતા.
રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ મોં.78780 39494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.