ખાનપુર તાલુકામાં આવેલા રંગેલી ગામ કે જ્યાં જમીન ખેડવા બાબતે તકરાર - At This Time

ખાનપુર તાલુકામાં આવેલા રંગેલી ગામ કે જ્યાં જમીન ખેડવા બાબતે તકરાર


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા રંગેલી ગામ કે જ્યાં જમીન ખેડવા બાબતે તકરાર સર્જાઈ અને ખૂની ખેલ ખેલાયો. જેમાં એક 55 વર્ષીય આધેડનું મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર બનાવ એક જમીન ખેડવા બાબતે બન્યો હતો. "તું તારા ભાગની જમીન ખેડ" તેવું કહેતા આરોપીએ આધેડને માર મારીને મોતને ઘાટ ઉતાર્યા. સમગ્ર મર્ડરનો બનાવ બનતા બાકોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાપસ હાથ ધરી હતી. તેમજ આરોપી સામે ઇ.પી.કો કલમ 302, 323 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ખાનપુર તાલુકાના રંગેલી ગામના માલિવાડ ફળિયામાં રહેતો આરોપી વિરા કાળું માલિવાડ કે જેણે તેનાજ ફળિયામાં રહેતા માનાભાઈ ખાતુભાઈ માલિવાડને જમીન બાબતે તકરાર થતા મોતને ઘાટ ઉતાર્યા છે. સમગ્ર બનાવની વિગત કંઈક એમ છે કે, આરોપી વીરા માલિવાડે મૃત્યુ પામનાર માનાભાઈ માલિવાડના ઘર નજીક આવેલી જમીન ખેડવા બાબતે ઝઘડો કર્યો હતો. ત્યારે મૃત્યુ પામનાર માનાભાઈએ આરોપીને કીધું હતું કે, તું તારા ભાગની જમીન ખેડ બીજી કેમ ખેડે છે. તેવું કહેતા આ આરોપીએ જેમ તેમ બોલીને મૃત્યુ પામનારઝઘડો કર્યા બાદ ગડદાપાટુંનો માર મારીને જમીન પર પાડી દઈ છાતીના ભાગે મુક્કા મારીને માનાભાઈને ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે સમગ્ર બનાવ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પોહચી તાપસ હાથ ધરી હતી અને માનાભાઈના પુત્ર પ્રવીણભાઈ દ્વારા બનાવ અંગેની બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યાં ઇ.પી.કો કલમ 302, 323 મુજબ પોલીસે ગુનો નોંધી આરોપી વીરા કાળું માલિવાડને ઝડપી પાડવા માટે આગળની કામગીરી હાથ ધરી છે. માનાભાઈ અને તેમના પુત્ર પ્રવીણભાઈ સાથે ઝઘડો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.