ડાંગર વેચવા માટે ખેડુતોની લાંબી લાઈનો
મહીસાગર જિલ્લો મોટી માત્રામાં ડાંગરની ખેતી કરે છે. હાલ આ ડાંગરનો કાપ તૈયાર થઈ ચૂક્યો છે અને તેનું વેચાણ શરૂ થયું છે. તેવામાં ટેકાના ભાવે ડાંગર વેચાણ માટે ખેડૂતો APMC પહોંચી રહ્યાં છે. ત્યારે લુણાવાડા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ખાતે આવતી કાલે એટલે કે, સોમવારે ટેકાના ભાવે વેચાણ શરૂ થવાનું છે. તેવામાં ખેડૂતો આજે રવિવારે સાંજથી જ ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ખાતે ટ્રેક્ટરોમાં ડાંગર ભરીને પહોંચ્યા છે. જેથી APMC ખાતેથી સંતરામપુર રોડ પર છેક સુધી લાંબી લાંબી લાઇનો લાગી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.