પી.એમ.કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધારકાર્ડ e-KYC અને બેંક ખાતા આધારસિડિંગ કરવા અનુરોધ - At This Time

પી.એમ.કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધારકાર્ડ e-KYC અને બેંક ખાતા આધારસિડિંગ કરવા અનુરોધ


ભાવનગર જિલ્લાના તમામ ખેડુત મિત્રોને જણાવવાનુ કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવી રહેલ છે. જે અંતર્ગત આગામી સમયમાં સરકારશ્રી દ્વારા સહાયની રકમ રીલીઝ થનાર છે. જેમાં ભારત સરકારશ્રી યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવતા ખેડુતોએ આધાર e-KYC અને બેંન્ક ખાતામાં આધાર સિડિંગ કરાવેલ હોવું જરૂરી છે.

ભારત સરકારશ્રી દ્રારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધાર e-KYC કરવાનું થાય છે. જે લાભાર્થીઓ તા.૩૧/૧૨/૨૦૨૨ પહેલા e-KYC નહી કરાવે તેમને આગળનો સહાયનો હપ્તો જમા થશે નહી. આ માટે લાભાર્થી જાતે મોબાઇલ પરથી આધાર e-KYC કરી શકશે. જેમા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC) માં જઈ આધાર e-KYC કરાવી શકશે અથવા ગ્રામ પંચાયત વી.સી.ઇ. પાસેથી પોસ્ટ ઓફીસ ખાતેથી પણ e-KYC કરાવી શકશે.

વધુમાં ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રીની સુચના અનુસાર PM-KISAN યોજનાનો લાભ લેવા માટે આધાર e-KYC અને બેંક ખાતા સાથે આધાર સિડિંગ કરાવવું ફરજીયાત છે. આ કામગીરી માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લિ. દ્વારા E-KYC કરવા માટે રૂ.૧૫ રૂ ./- (તમામ કરવેરા સહિત) તથા આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબરની અપડેશનની કામગીરી માટે UIDAI માટે માન્ય કરેલ સર્વિસ ચાર્જ ૫૦ રૂ./- (તમામ કરવેરા સહિત) ચુકવવાનો રહેશે. લાભાર્થીએ પોતાનુ એક્ટીવ બેંક ખાતા સાથે જે-તે બેંકમાં રૂબરૂ જઇ અને અધાર સિડિંગ/ આધાર લીંક કરાવવુ અનિવાર્ય છે. અન્યથા તા.૩૧/૧૨/૨૦૨૨ પુર્વે જો આધારલીક અને આધાર સિડીંગ કરાવેલ નહિ હોય તેઓ આગામી હપ્તો મળવાપાત્ર થશે નહિ તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.