રાજકોટ : કોરોના એલર્ટ બાદ સિવીલ તંત્ર સજ્જ, ૧૦૦ બેડની હોસ્પિટલ કરાઇ કાર્યરત
ચીન અને અન્ય દેશોમાં વધતા જતા કોરોના કહેરને જોતાં ભારત સરકાર સતર્ક બની છે. ગુજરાતમાં કેસ ન વધે તે માટે અધિક નિયામક દ્વારા અધિકારીઓને મહત્વના સૂચન કરાયા છે. રાજ્ય સરકારના આદેશ બાદ હોસ્પિટલોમાં કોરોના વોર્ડ સજ્જ કરાયા છે. ગઇકાલે સરકાર દ્વારા તૈયારીના આદેશ આપ્યા બાદ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ આ મામલે સજ્જ થઇ ચુક્યું છે
તંત્ર મુજબ સિવિલમાં એક ૧૦૦ બેડની ક્ષમતા સથોનો કોરોના વોર્ડ સજ્જ કરાયો છે. કોરોનાની આગમચેતીના ભાગરૂપે તબીબ,નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. ૧૦૦ પૈકી ૬૪ આઇસીયુ બેડ અને બાકીના ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.