દામનગર શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળામાં ડો આર આર મકવાણા ની અધ્યક્ષતા માં આરોગ્ય લક્ષી કેમ્પ
દામનગર શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે આજરોજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા સાહેબ ની અધ્યક્ષતા માં આરોગ્ય લક્ષી કેમ્પ નું આયોજન કરેલ હતું. જેમાં લાઠી આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ડો. આર. આર. મકવાણા , ડો. મુકેશ સીંગ અને ડો. ઊર્વિશા મુલાની દ્વારા ૫૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો ને પોષણ અને સ્વચ્છતા, તમાકુ નિષેધ, તરુણાવસ્થાજન્ય આરોગ્ય સમસ્યાઓ અને વિવિધ સ્વાસ્થ્યવર્ધક ટેવો વિકસાવવા અંગે આરોગ્ય શિક્ષણ આપેલ હતું. તેમજ ૨૨૧ વિદ્યાર્થિની સ્થળ પર જ હિમોગ્લોબીન અને લોહીની તપાસ કરી એનીમિયા ની સારવાર આપવા માં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન ઝરખીયા આરોગ્ય કેન્દ્ર ના ડો. શીતલ રાઠોડ, ભરત સોલંકી, પ્રતીક સેજપાલ, હીના સરવેયા, રીના રાઠોડ, આરતી ભોજાણી, દિજ્ઞા પટેલ, પ્રિયકાન્ત ભટ્ટી અને પૂર્વી પડાયા દ્વારા કરવામાં આવ્યું હતું શાળા ના આચાર્ય શિક્ષક શ્રી ઓ અને વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિ માં યોજાયો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.