ધંધુકાના જૈન સંઘો એ રેલી કાઢી મામલતદારને 19 મુદ્દા નું આવેદન પત્ર આપ્યું.
પાલીતાણાના ઐતિહાસિક જૈનભૂમિ ની સુરક્ષા અને પવિત્રતા માટે ગંભીરતાથી પગલાં ભરવા ધંધુકાના જૈન સંઘો એ રેલી કાઢી મામલતદારને 19 મુદ્દા નું આવેદન પત્ર આપ્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેના શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ શ્રી સ્થાનકવાસી જૈન સંઘ તથા જૈન જાગૃતિ સેન્ટર અને જૈન એલર્ટ ગ્રુપ દ્વારા પ્રસિદ્ધ પાલીતાણા શ્રી શત્રુંજય ગિરિરાજ પવિત્રતા સુરક્ષા જાળવવા અંગેનું આવેદનપત્ર ધંધુકા મામલતદારને આપવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લાના જૈન ના ઐતિહાસિક યાત્રાધામ પવિત્રતા અને સુરક્ષા વ્યવસ્થા નું ઘટતું કરવા ધંધુકાના જૈન સંઘો એ આવેદન પત્ર ધંધુકા મામલતદારને સુપરત કરી માંગણી કરાઈ હતી આ આવેદનપત્ર છ પાના નું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં 19 મુદ્દાઓને આવરી લઈ ઘટતું કરવા રજૂઆત કરાઈ હતી રેલી સ્વરૂપે જઈ મામલતદાર ભટ્ટને આવેદનપત્ર સુપરત કર્યું હતું. મામલતદાર દ્વારા આવેદનપત્ર સ્વીકારી ઉચ્ચ કક્ષાએ મોકલી આપવા ખાતરી આપી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.