ગંગા સ્વરૂપા યોજના વિશે જાણો
ગંગા સ્વરૂપા યોજના વિશે જાણો
રાજકોટ શહેર - જિલ્લામાં નવેમ્બરમાં ૫૬ હજારથી વધુ ગંગા સ્વરૂપ બહેનોને ૭ કરોડની સહાય ચૂકવાઇ
ગંગા સ્વરૂપાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે રાજયસરકાર દ્વારા ખાસ ગંગા સ્વરૂપા યોજના અમલી બનાવી છે.
નિરાધાર ગંગા સ્વરૂપ મહિલાઓને આર્થિક આધાર આપવાના આશય સાથે રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના' અમલી બનાવવામાં આવી છે. મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન ડી. રાવલની યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં નવેમ્બર માસમાં આ યોજના અંતર્ગત કુલ ૫૬, ૦૦૬ મહિલાઓને રૂ. ૭, ૨૧, ૧૩, ૭૫૦ જેટલી સહાય ચૂકવવામાં આવી હતી.‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના'નો લાભ ૧૮ વર્ષ કે તેથી વધુ વયની કોઇ પણ નિરાધાર વિધવા લાભ લઇ શકે છે. મહિલાની કૌટુંબિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. ૧, ૨૦, ૦૦૦ અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ. ૧, ૫૦, ૦૦૦ કે તેથી ઓછી નિયત કરવામાં આવી છે. લાભાર્થીને દર માસે રૂ. ૧૨૫૦ ની આર્થિક સહાય તેના પોસ્ટ કે રાષ્ટ્રિયકૃત બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ અરજી કર્યા તારીખથી મળવાપાત્ર રહેશે. અરજી પત્રક સાથે ફોર્મ અને ફોટો, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડની નકલ, ઉંમરનો પુરાવો, પતિના અવસાનનો દાખલો, પાસબુકની નકલ, આવકનો દાખલો, પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર, આધારકાર્ડની નકલ અને લાગુ પડતું હોય તો બી. પી. એલ. સ્કોર અંગેનો દાખલો આપવાનો રહેશે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.