નેચરોપથી ડોક્ટર દીક્ષેશ પાઠક અને માધવી પાઠક એનીમલ હેલ્પલાઇનની મુલાકાતે આવ્યા - At This Time

નેચરોપથી ડોક્ટર દીક્ષેશ પાઠક અને માધવી પાઠક એનીમલ હેલ્પલાઇનની મુલાકાતે આવ્યા


નેચરોપથી ડોક્ટર દીક્ષેશ પાઠક અને માધવી પાઠક એનીમલ હેલ્પલાઇનની મુલાકાતે આવ્યા

પ્રાકૃતિક ચિકિત્સા સરળ, નિર્દોષ અને સ્વાવલંબી છે – મહાત્મા ગાંધીજી

રોગીની જેમ આવો અને યોગી બનીને જાવ - દીક્ષેશ પાઠક

આહાર જ ઔષધ છે – માધવી પાઠક

બેટર હેલ્થ બિગીન્સ વિથ નેચર

નેચરોપથી ડોક્ટર દીક્ષેશ પાઠક અને માધવી પાઠક કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટની મુલાકાતે આવ્યા હતા. દીક્ષેશ પાઠક અને માધવી પાઠક રાજકોટમાં ‘વિશ્વેશ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપથી’ ચલાવે છે. જ્યાં દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ તેમને ત્યાં ભણવા આવે છે. તેઓ નિ:શુલ્ક નેચરોપથી ચિકિત્સા આપે છે. તેઓએ એનીમલ હેલ્પલાઈનની મુલાકાત લઇ આહાર અને પ્રાકૃતિક ચિકિત્સાનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ વર્તમાન સમયમાં નેચરોપથીમાં કેરિયર બનાવી શકાય છે કે નહિ તે વિષે ચર્ચાઓ કરી હતી.
દીક્ષેશ પાઠક અને માધવી પાઠક એ જણાવ્યું હતું કે 18 સપ્ટેબર, 1945નાં રોજ ઓલ ઇન્ડિયા નેચર કેર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. જેનો ટ્રસ્ટડીડ બનાવવામાં આવ્યો જેમાં કાયમી પ્રેસિડેન્ટ તરીકે મહાત્મા ગાંધીજીને બનાવવામાં આવ્યા. આ કારણે દર વર્ષે 18 નવેમ્બરે ‘નેશનલ નેચરોપથી દિવસ’ ઉજવાય છે. ગાંધીજીને કબજીયાતની ખુબ જ તકલીફ રહેતી હતી જે તેમણે નેચરોપથી થકી માટી ચિકિત્સા કરીને જ મટાડી હતી. ગાંધીજી ઈચ્છતા હતા કે નેચરોપથી દરેક ઘરમાં, દરેક સમાજ સુધી પહોંચે જેથી વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની જાતે રક્ષા કરી શકે. ગાંધીજીનાં આશ્રમ વાસીએ તેમને એક પુસ્તક આપ્યું જેનું નામ હતું ‘રીટર્ન ટુ નેચર’ જેના લેખક જર્મનીનાં અડોલ્ફ જુસ્ટ છે. ગાંધીજી જાણતા હતા કે પ્રાકૃતિક ચિકિત્સા સરળ, નિર્દોષ અને સ્વાવલંબી છે તેથી ગાંધીજીએ સૌપ્રથમ ઉરૂલી કાંચનમાં નેચરોપેથી સેન્ટરની સ્થાપના કરી ત્યારથી નેચરોપેથીનો પ્રચાર પ્રસાર થયો અને તેનો વ્યાપ વધ્યો. નેચરોપથીમાં એવું કહેવાય છે કે રોગીની જેમ આવો અને યોગી બનીને જાવ.
પ્રાકૃતિક ચિકિત્સા પાંચ તત્વો એટલે કે આકાશ, વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી પર આધારિત છે. આ જ તત્વો બ્રહ્માંડમાં પણ વ્યાપ્ત છે અને માનવ શરીરમાં પણ વ્યાપ્ત છે. આ પાંચ તત્વોમાં જો વૃદ્ધિ થાય અથવા તો ક્ષય થાય તો માનવ શરીર સ્વસ્થ રહી શકતું નથી અને રોગીસ્ટ થઇ જાય છે. આમાં સામાન્ય ઈલાજ એવી રીતે છે કે જે તત્વ વધી ગયું હોત તેને ઓછું કરી દેવામાં આવે અને જે ઘટ્યું હોય તેને વધારવામાં આવે છે. બ્રહ્માંડમાં જ ઉપલબ્ધ આ પાંચ તત્વોની પુરતી કરો એટલે શરીર સ્વસ્થ થઇ જાય છે. પ્રાકૃતિક ચિકિત્સામાં કોઈ પણ પ્રકારની દવાઓ હોતી નથી. પ્રકૃતિનાં જ તત્વોથી માટી ચિકિત્સા, જળ ચિકિત્સા, સૂર્ય ચિકિત્સા, રંગ ચિકિત્સા, આસન, પ્રાણાયામ, ષટકર્મ, ઉપવાસ દ્વારા વાત, પિત્ત અને કફને બેલેન્સ કરી રોગ મટાડવામાં આવે છે. પ્રાકૃતિક ચિકિત્સામાં તમામ તત્વો સર્વરોગહારી છે તેથી જો કોઈ પણ એક જ તત્વની ચિકિત્સા કરવામાં આવે છે તો પણ રોગ સંપૂર્ણપણે મટાડી શકાય છે. પ્રાકૃતિક ચિકિત્સામાં એવું કહેવામાં આવ્યું છે કે આહાર જ ઔષધ છે. આહારથી જ માણસની જીવન શૈલી અને તેના વિચારો ઘડાય છે. પ્રાકૃતિક ચિકિત્સામાં પ્લાન્ટ બેઝ્ડ શાકભાજી અને ફળો ખાવાની વાત કરવામાં આવે છે. નેચરોપથીમાં ખોરાકને સાત્વિક, રાજસિક, તામસિક અને એસીડીક, આલ્કલાઇન ખોરાક તરીકે જુદા પાડવામાં આવે છે. પ્રાકૃતિક ચિકિત્સામાં એવું કહેવામાં આવે છે કે શરીરમાં રોગ ત્યારે આવે છે જ્યારે શરીરમાં બિનજરૂરી પદાર્થો એકઠા થઇ જતા હોય છે. જેને વિજાતીય દ્રવ્યો કેહવામાં આવે છે. આ સ્વસ્થ શરીર માટે હાનિકારક છે. માણસનું શરીર ઈશ્વરે એવું બનાવ્યું છે કે જાતે જ સ્વસ્થ થઇ જાય છે. એંસી ટકા આલ્કલાઈન ફૂડ અને વીસ ટકા એસીડીક ફૂડ લેવામાં આવે તો શરીરમાં કોઈ રોગ આવતો નથી. નેચરોપથી એક અહિંસક ચિકિત્સા પદ્ધતિ છે. તેમાં માંસાહારનો નિષેધ છે. જે લોકો માંસાહાર કરે છે તે લોકો પોતાનું આયુષ્ય પુરા 15 વર્ષ ઓછુ કરે છે. માનવનાં દાંત, નખ અને શરીરની અંદરના અન્ય અંગો આંતરડા, જઠર પરથી એવું સમજી શકાય છે કે માનવ શરીર માંસાહાર કરવા માટે યોગ્ય નથી.
વર્તમાન સમયમાં નેચરોપથીમાં કેરીયર બનાવવાની ઉજ્જવળ તકો છે તેના વિષે પણ પાઠક સર અને માધવી મેડમે વાત કરી હતી. પ્રાકૃતિક ચિકિત્સા અંગે વધુ માહિતી મેળવવા, પ્રાકૃતિક ચિકિત્સા મેળવવા વિશ્વેશ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપથી (મો. 98250 77023)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
પ્રાકૃતિક ચિકિત્સા સરળ, નિર્દોષ અને સ્વાવલંબી છે – મહાત્મા ગાંધીજી રોગીની જેમ આવો અને યોગી બનીને જાવ - દીક્ષેશ પાઠક
આહાર જ ઔષધ છે – માધવી પાઠક બેટર હેલ્થ બિગીન્સ વિથ નેચર

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.