વડોદરા જિલ્લા પોલીસે પાદરા પાસેથી 40 લાખની રોકડ સાથે દારૂ પકડ્યો ,
વિદાય લઈ રહેલા વર્ષના અંતિમ દિવસ 31 ફર્સ્ટના દિવસે દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો દ્વારા પાડોશી રાજ્યોમાંથી દારૂની મંગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે . જોકે , વડોદરા શહેર અને જિલ્લા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા માટે એલર્ટ થઇ ગયું છે . વડોદરા જિલ્લા SOG - LCB ની ટીમોએ પેટ્રોલિંગ દરમિયાન પાદરાની મુજપુર ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાં લોખંડની એંગલોની આડમાં લઈ જવાતો દારૂ અને રોકડા 40 લાખ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી . જ્યારે શહેર PCB એ ગોલ્ડન ચોકડી પાસેથી ટેમ્પોમાં ફર્નિચરની આડમાં લઇ જવાતો 12. 66 લાખની કિંમતના દારૂ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી . વાહન ચેકિંગ દરમિયાન રોકડ અને દારૂ પકડાયો વડોદરા જિલ્લા SOG ના પી . એસ . આઇ . એમ . બી . જાડેજાએ જણાવ્યું હતું કે , SOG - LCB નો સ્ટાફ જંબુસર - બોરસદ હાઇવે પર આવેલી મુજપુર ચેકપોસ્ટ ખાતે વાહનો ચેકિંગ કરી રહ્યો હતો . તે દરમિયાન લોખંડની એંગલો લઈને પસાર થઈ રહેલા ટ્રકમાં તપાસ કરતા બિસ્મીલ્લાખાન મહંમદખાન પઠાણ ( રહે . રાજા મહોલ્લો પઠાણવાડા , બોરસદ , જિ . આણંદ ) , મહંમદરફીક સફીમહંમદ મલેક ( રહે . રાજા મહોલ્લો , પઠાણવાડા , બોરસદ , જિ . આણંદ ) અને અલ્તાફ નસરૂલ્લાખાન પઠાણ ( રહે . રાજા મહોલ્લો પઠાણવાડા , બોરસદ , જિ . આણંદ ) પાસેથી બિન હિસાબી રોકડા રૂપિયા 40 લાખ , અંગ ઝડતી કરતા રૂપિયા 25 હજાર રોકડા મળી આવ્યા હતા . પોલીસે ત્રણેની ધરપકડ કરી હતી . દંતેલીના રમેશ ઉર્ફ રામુ પટેલે દારુ મંગાવ્યો આ ઉપરાંત ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી રૂપિયા 40 , 130 ની કિંમતની દારુની 36 નંગ બોટલ , રૂપિયા 33 હજારની કિંમતની છૂટી બીડી મળી આવી હતી . પોલીસે ઝડપી પાડેલા બોરસદના ત્રણની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે , દારુનો જથ્થો સરદાર ( રહે . જલગાવ , મહારાષ્ટ્ર ) નામના વ્યક્તિએ મોકલાવ્યો હતો . અને દારૂનો જથ્થો આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના દંતેલી ગામના રહેવાસી રમેશ ઉર્ફ રામુ ડાહ્યાભાઇ પટેલે મંગાવ્યો હતો . પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે . આ બનાવ અંગે પાદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે . પાદરા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.