રાજકોટમાં થેલેસેમિયાના દર્દીનું લોહી ચડાવ્યા બાદ શંકાસ્પદ મોત - At This Time

રાજકોટમાં થેલેસેમિયાના દર્દીનું લોહી ચડાવ્યા બાદ શંકાસ્પદ મોત


થેલેસેમિયાના દર્દીને લોહી ચડાવ્યા બાદ તેનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું. જેથી તે દર્દીનું મોતનું સચોટ કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ મૃતક થેલેસેમિયાગ્રસ્ત દર્દીને એલઆર ફિલ્ટર યુકત રક્ત ન ચડાવતા તેનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોમવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ થેલિસિમિયાગ્રસ્ત દર્દીનું મોત નીપજ્યું હતું.
આ દર્દીને રક્ત ચડાવ્યા બાદ રિએક્શનને કારણે ચામડી પર ચાઠા પડી ગયા હતા જે લાલ થઈ ગયા હતા. થેલેસેમિયાગ્રસ્ત દર્દીને એલઆર ફિલ્ટર યુક્ત રક્ત ન ચડાવતા જ મોત નિપજ્યું હોવાની શંકા વ્યકત કરતા સિવિલ હોસ્પિટલ તંત્ર સફાળું બેઠું થયું હતું
અને દર્દીનું ક્યાં કારણોસર મોત થયું તેનું સચોટ કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.
થેલેસિમિયા દર્દીને ચડાવાતા લોહીમાં મશીન મારફત લાલ રક્તકણો અલગ કરી દેવાય છે આ એલઆર લોહી બાદમાં થેલેસેમિક બાળકોને અપાય છે. જેથી રિએક્શન ન આવે. પણ, રાજકોટમાં આ સુવિધા ન હોવાથી આરસીસી એટલે કે રેડ સેલ કોન્સ્ટ્રેન્ટ અપાય છે તેમાં સફેદ કણોની માત્રા 30 ટકા કરતા પણ વધુ હોય છે.
આ કારણે સિવિલમાં લોહી ચડાવે તે બાળકોને રિએક્શન આવે છે. બ્લડ બેંકોમા નિયમ છે કે થેલેસેમિક બાળકોને એલઆર બ્લડ જ આપવું પણ તેનો સિવિલમાં જ નિયમભંગ થઈ રહ્યો છે.
આ અંગે જાણ થતાં સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદી દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત દર્દીનું શેના કારણે મોત થયું તે અંગે તપાસ હાથધરી છે. તો બીજી તરફ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીનો એલ આર ફિલ્ટરયુક્ત લોહીના ચડાવતા રિએક્શન આવવાથી મોત થયું હોવાનું તંત્ર દ્વારા નકારી કાઢવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.