અકસ્માતમાં ઘવાયેલાની મદદ કરનારને રાજકોટ પોલીસ આપશે રૂા.1 લાખનું ઈનામ - At This Time

અકસ્માતમાં ઘવાયેલાની મદદ કરનારને રાજકોટ પોલીસ આપશે રૂા.1 લાખનું ઈનામ


રાજ્યમાં દિન પ્રતિદિન વાહન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે અને આવા અકસ્માતમાં ઘાયલોને સમયસર સારવાર નહીં મળવાને કારણે તેમનું મૃત્યુ થતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, ત્યારે આવા સંજોગોમાં ઇજાગ્રસ્તને તાકીદે સારવાર મળી રહે અને લોકો અકસ્માતગ્રસ્તની મદદે આવે તેવા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ’ગુડ સમારિટન યોજના’ અમલી કરવામાં આવી છે, આ યોજના અંતર્ગત રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.જેમાં અક્સ્માતમાં ઘાવાયેલાની મદદ કરનારને રૂ.1 લાખ સુધીનું પોલીસ દ્વારા ઇનામ આપવામાં આવશે ઉપરાંત ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે
વધુ વિગતો જણાવતા રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે કહ્યું હતું કે, જે કોઇ વાહનચાલક કે રાહદારીનું માર્ગ અકસ્માત થાય અને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે અથવા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવાથી ઘણા કિસ્સામાં આવા વ્યક્તિના જીવ બચી જાય છે. રાજકોટ શહેર વિસ્તારમાં કોઇ માર્ગ અકસ્માતનો બનાવ બને અને અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને અકસ્માતના બન્યાના પ્રથમ એક કલાકમાં જો કોઇ વ્યક્તિએ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ
પહોંચાડી તે વ્યક્તિની મદદ કરી તને મોતના મુખમાંથી બહાર કાઢે તો તેઓએ ટ્રાફિક ક્ધટ્રોલરૂમના હેલ્પલાઇન-વોટ્સએપ નંબર 95122-96777 પર સંપર્ક કરીને જાણ કરવાની રહેશે. જે વ્યક્તિએ આ પ્રકારની સારી કામગીરી કરી હશે તેને કેન્દ્ર સરકારની ગુડ સમારિટન યોજના હેઠળ ગુડ સમારિટન એવોર્ડ અંતર્ગત રૂ.1 લાખ સુધીનું રોકડ ઇનામ, ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
જોકે પોલીસ કાર્યવાહીને ટાળવા માટે લોકો કોઈ સમયે લોકોની મદદે આવતા હોતા નથી જેથી તેમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવે તો પણ લોકો ઘવાયેલાઓની મદદે વધુ આવી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.