બાલાસિનોર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ લેવા હવે e-KYC ફરજીયાત - At This Time

બાલાસિનોર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ લેવા હવે e-KYC ફરજીયાત


• કરદાતા હોય તેવા લોકોના લાભને બંધ કરવા e-KYC નો અમલ

જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 13માં હપ્તા માટે ઇ કેવાયસી કરાવવું ફરજીયાત બનાવાયું છે. ઇ કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ આગામી તા. 31 ડિસેમ્બર પહેલા નજીકના ગ્રામ પંચાયતના વીઇસી/સીએસસી કેન્દ્ર, ગ્રામસેવકનો સંપર્ક કરી ઇ કેવાયસી કરાવી લેવાની રહેશે.
કરદાતાઓ પણ કિસાન સન્માન નિધિનો લાભ લેતા હોવાથી આ ઇ-કેવાઇસી ફરજિયાત બનાવાયુ છે. આધાર ઇ-કેવાયસી લાભાર્થી જાતે કરી શકે તેવી પદ્ધતિમાં ઓટીપી મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર http//pmkisan.gov.in /aadharekyc. aspx લીંક મારફત અથવા પીએમ કિસાન એપ પરથી લાભાર્થીઓ દ્વારા આધાર ઇ-કેવાયસી કરી શકાશે, અથવા બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન સુવિધા કોમન સર્વિસમાં જઇ લાભાર્થી આધાર ઇ-કેવાયસી કરાવી શકશે. જેનો ચાર્જ ~ 15 લાભાર્થીએ આપવાનો રહેશે. પીએમ કિસાન પોર્ટલ આધાર ઇ-કેવાયસી કરવા માટે http// ulεa ч2 Farmers corner માં આપેલો ઓપ્શન e-KYC ઉપર ક્લીક કરી લાભાર્થીએ પોતાનો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી Get Mobile OTP ઉપર ક્લીક કરવાનું રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.