રિટાયર્ડ શિક્ષકોનો પગાર જમા ન થતા રોષનો માહોલ - At This Time

રિટાયર્ડ શિક્ષકોનો પગાર જમા ન થતા રોષનો માહોલ


મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર,કડાણા, સંતરામપુર, વિરપુર અને બાલાસિનોર તાલુકાના શિક્ષકોને ૐ ના નાણાંના પાછલા ચાર વર્ષથી ન મળતા ધરમનો ધક્કો ખાવાનો વારો આવ્યો છે. ત્યારે આજ રોજ બાલસીનોર તાલુકાના ૨૦૧૮ પછી નિવૃત થયેલ ૭૦ જેટલા શિક્ષકોને ચાર વર્ષથી વારંવાર રજુઆત છતાં નાણાં ન ચૂકવામાં રોષ જોવા મળ્યો હતો. શિક્ષકોને માંદગી, સામાજિક પ્રસંગો સહિત અનેક ખર્ચા માટે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નોકરી સમયે કામગીરીમાં અડધો કલાક માંડી આપવામાં આવે તો નોટીસ આપવામાં આવે છે તો હક્કના પૈસા અપાતા ચાર વર્ષ કેમ જેવા સવાલોના જવાબો શિક્ષણ વિભાગના અધિકારીઓ પૂછતાં આજે જોવા મળ્યા હતા.ત્યારે રિટાયર્ડ પછી બીજા મહિને જમા થતા પૈસા ચાર મહિના પછી પણ ન જમા થતા શિક્ષકોમાં રોષ સાથે ડીડીઓ હાજર ન હોવાથી નાયબ ડીડીઓ ને આવેદનપત્ર આપવાના આવ્યું હતું. જે વહેલી તકે નાણાં ચૂકવાઇ તેવી માંગ સાથે રજૂઆત કરી હતી. અને જો વહેલી તકે નાણાં નહીં મળે તો ગાંધીજી ચીંધ્યા માર્ગે આંદોલન પણ કરવાની ચિમકી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.