રાજકોટ : જમીનમાં ભાગ માગતા નાનાભાઈ પર મોટાભાઇના પરિવારે કર્યો ખૂની હુમલો - At This Time

રાજકોટ : જમીનમાં ભાગ માગતા નાનાભાઈ પર મોટાભાઇના પરિવારે કર્યો ખૂની હુમલો


મનહર પુર-2 ખાતે ખેતીની જમીનમાં ભાગ આપવાના મુદ્દે ચાલતા વિવાદમાં નાના ભાઈ પર મોટાભાઈ ના પરિવાર દ્વારા ધોકા,પાઇપ અને ધારિયા વડે હુમલો કરાતા તેને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે આ મામલે પોલીસે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ મનહરપુર 2 ખાતે રહેતા જેન્તીભાઇ લાખાભાઇ અગેસાનીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેના મોટાભાઈ વિનુ અને ભાભી ચતુરબેન સાથે સામેકાંઠે આવેલી ખેતીની જમીન બાબતે વિવાદ ચાલે છે. જેને કારણે ગઈકાલે રાત્રે તે ઘર નજીકની શેરીમાં હતો ત્યારે ભાઈ, ભાભી મળતા તેમને કહ્યું કે તમે છેલ્લા આઠ વર્ષથી જમીનની ખેતીનો ભાગ રાખો છો, મને કોઈ હિસ્સો આપતા નથી. જેથી તેણે હિસ્સો માંગતા ભાઈ, ભાભીએ ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડી હતી.
સાથોસાથ કહ્યું કે તને કોઈ જમીનનો ભાગ નહી મળે.ત્યારબાદ તેની સાથે ઝપાઝપી કરી એવું કહ્યું કે આજે તો આને પતાવી જ દઈએ, જેથી આ કાયમની ઝંઝટ જાય. તે સાથે જ દેખારો થતા ભત્રીજો દીપક ધારીયું અને બીજો ભત્રીજો કમલેશ પાઈપ લઈ ઘરમાંથી ધસી આવ્યા હતા. બાદમાં ચારેય તેની ઉપર ધોકા, પાઈપ અને ધારીયા વડે તુટી પડયા હતા.તેના પર હુમલો કર્યા બાદ ચારેય ભાગી ગયા હતા. તેને માથા અને મોઢામાંથી લોહી નિંગળતી હાલતમાં 108 માં સિવિલ ખસેડાયો હતો. જયાં ગાંધીગ્રામ પોલીસે તેની ફરિયાદના આધારે ચાર સામે ખુનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.