રાજકોટમાં 1 કિલો ટામેટાના 5, કોબિજના 2, દૂધીના 3 રૂપિયા જ ભાવ, ખેડૂતે કહ્યું- મજૂરી તો એકબાજુ ભાડા માથે ચડાવીને શાકભાજી લાવીએ છીએ
રાજકોટમાં શાકભાજીના ભાવ તળિયે જતા ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ થઈ ગઈ છે. રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતોની પડતર ભાવ પણ મળી રહ્યા નથી. એક કિલો ટામેટાનો ભાવ 5, કોબિજનો 2 અને દૂધીનો 3 રૂપિયા જ ઉપજી રહ્યા છે. આથી એક ખેડૂતે જણાવ્યું હતું કે, મજૂરી તો એકબાજુ ભાડા માથે ચડાવીને શાકભાજી વેચવા આવીએ છીએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.