દૂધ સાગર રોડ પર વેપારીને આંતરી માર મારી અજાણ્યા શખ્સે બે થેલા લૂંટ્યા - At This Time

દૂધ સાગર રોડ પર વેપારીને આંતરી માર મારી અજાણ્યા શખ્સે બે થેલા લૂંટ્યા


રાજકોટના દૂધ સાગર રોડ પર વેપારીને આંતરી અજાણ્યા શખ્સે છરી બતાવી માર મારી બે થેલા લૂંટી લીધા હતાં. જેમાં એકમાં દવાઓ અને બીજામાં રોકડ હતી.

વેપારી કમલેશભાઈ મિયાત્રા દુધસાગર મેઈન રોડ ટ્રેક્ટર ચોક પાસે ચાલીને જતા હતા. ત્યારે આરોપીએ તેને રોકી ઢીકાપાટાનો માર મારી છરી બતાવી તેના હાથમાં રહેલા આયુર્વેદિક અલગ અલગ દવાઓ ભરેલ થેલો જે દવાની કિમંત આશરે 10,000 ગણાય તે તથા બીજા થેલામાં રહેલ રોકડ રૂપિયા 12,000 મળી કુલ રૂ.22,000ની મતાની લૂંટ કરી ભાગી ગયો હતો. આ બનાવ અંગે થોરાળા પોલીસે કમલેશભાઈની ફરિયાદ પરથી અજાણ્યા આશરે 25થી 30 વર્ષના શખ્સ વિરૂદ્ધ કલમ 394 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.