દેવાયત હુમલા પૂર્વે પરિવારને સલામત સ્થળે મૂકી આવ્યો, ફૂટેજ છતાં કલમ 120 B ન ઉમેરાઈ
હુમલા બાદ સામેથી હાજર થયો, ત્યાં સુધી રાજકોટ પોલીસ તેને શોધી શકી નહોતી.
બે ઉચ્ચ અધિકારી અને એક નેતાના આશીર્વાદના કારણે ખવડનો વાળ પણ વાંકો ન થયો.
શહેરના સર્વેશ્વર ચોકમાં યુવા બિલ્ડર પર ખૂની હુમલો કરી નાસી છૂટેલો દેવાયત ખવડ અને તેના મળતિયા દશ દશ દિવસ સુધી ફરાર રહ્યા બાદ સામેથી હાજર થતાં પોલીસે ધરપકડ કરી ત્રણેયને રિમાન્ડ પર લીધા હતા, હત્યાની કોશિશના ગંભીર ગુનામાં શરૂઆતથી જ પોલીસ ગંભીર નહીં રહ્યાનું ચિત્ર ઉપસ્યું હતું, ખવડે હુમલો કરતા પૂર્વે તેના પરિવારજનોને સલામત સ્થળે ખસેડી દીધા હતા આ અંગેના પુરાવા પોલીસ સમક્ષ હોવા છતાં આરોપીઓ સામે કાવતરાની કલમ ઉમેરવામાં આવી નહોતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.