લુણાવાડા ગોસાઈ સમાજની વાડી ખાતે શ્રવણની ક્ષતિ ધરાવતા બાળકો માટે સાધન વિતરણ કેમ્પનુ આયોજન - At This Time

લુણાવાડા ગોસાઈ સમાજની વાડી ખાતે શ્રવણની ક્ષતિ ધરાવતા બાળકો માટે સાધન વિતરણ કેમ્પનુ આયોજન


મહીસાગર જિલ્લામાં વોઇસ ઓફ એસએપી એનજીઓ અને વિશિષ્ટ શ્રવણ સાધન બનાવનાર વીહિયર કંપની દ્વારા શ્રવણની ક્ષતિ ધરાવતા 106 બાળકોને હીયરીંગ એડ આપવાનો કાર્યક્રમ ગોસાઈ સમાજની વાડી ખાતે જિલ્લા કલેકટર ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જિલ્લા કલેક્ટરે વીહિયર કંપનીના ફાઉન્ડર કનિષ્ક પટેલ પાસે હીયરીંગ એડની જાત માહિતી મેળવી ઉપયોગ કરી ચકાસી તેની ઉપયોગિતા અને તેનાથી શ્રવણની ક્ષતિ ધરાવતા બાળકોને થનાર લાભ અંગે સૌને માહિતી આપી હતી.જિલ્લા કલેક્ટરે શ્રવણની ક્ષતિ ધરાવતા બાળકો માટે આ ડિવાઇસ વરદાનરૂપ સાબિત થશે. તેમ જણાવી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આત્મનિભર ભારતના મેઇડ ઇન ઈન્ડિયા બનાવટના વીહિયર કંપનીના સાંભળવા માટે આ સાધનથી આગામી સમયમાં શ્રવણ શક્તિ નથી તેવું નહીં સાંભળવા મળે તેમ જણાવી વોઇસ ઓફ એસએપી એનજીઓના પ્રણેતા પ્રણવ દેસાઇને આ ઉમદા કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ બાળકોના વાલીઓને આ ડિવાઇસ મેળવ્યા બાદ ટૂંકા સમયમાં બાળકો ખૂબ ઝડપથી સાંભળવાની શક્તિ મેળવી તેમની સુષુપ્ત શક્તિઓ જાગૃત કરી સામાન્ય બાળકોની જેમ મુખ્ય પ્રવાહમાં ભળી જશે તેવી આશા વ્યક્ત કરી હતી. 15000 થી વધુ દિવ્યાંગજનોના જીવનમાં પરિવર્તન લાવનાર સંસ્થા વોઇસ ઓફ એસએપી એનજીઓના પ્રણેતા પ્રણવ દેસાઇ આ કાર્યક્રમમાં વર્ચુઅલી જોડાઈ સંવાદ સાધ્યો હતો.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.