કુવાડવા મેઇન રોડ પર ૨૧ ધંધાર્થીઓની ચકાસણી : ૧૦ વેપારીને લાઇસન્સ મેળવવા સુચના
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કુવાડવા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણીપીણી તથા પાન ઠંડાપીણાનું વેચાણ કરતા ૨૧ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં તમાકુનું વેચાણ કરતા ધંધાર્થીઓને ચકાસણી દરમિયાન સ્થળ પર ૧૮ વર્ષથી નીચેની વ્યકિતને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવેલ તથા ૧૦ વેપારીઓને લાઇસન્સ મેળવવા બાબતે સુચના આપવામાં આવેલ તેમજ વિવિધ વિસ્તારમાંથી મધના ત્રણ નમૂના લેવામાં આવ્યા છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ શાખા દ્વારા આજે ચેકીંગ દરમિયાન કુવાડવા મેઇન રોડ વિસ્તારમાંથી મોમાઇ પાન, ખોડલ પાન, મુરલીધર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, રાજેશ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, નટરાજ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ઠકારધણી પાન, શકિત ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, સોમનાથ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, કૃષ્ણમ ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, રોશની પાન એન્ડ કોલ્ડ્રીંકસ સહિત ૧૦ને લાઇસન્સ મેળવવા બાબતે સુચના આપવામાં આવેલ.
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ હેઠળ હનીવેદ હીમાલયન ફોરેસ્ટ મધ (૨૫૦ ગ્રામ પેક) : હરી સન્સ વેન્ચર પ્રા.લી., શેડ નં. ૧, પ્લોટ નં. ૧૩, ઋષીકેશ કોમ્પ્લેક્ષ, કટારીયા ટ્રાન્સપોર્ટ સામે, ગોડાઉન રોડ તથા ત્રુવેદ ઓર્ગેનીક મધ (૨૫૦ ગ્રા. પેક) : નારાયણી ફાર્મસી, ઓપેરા ટાવર, જી.એફ. શોપ નં. ૩, જવાહર રોડ, ગેલેકસી કોમ્પ્લેક્ષ સામેથી તેમજ શ્રીજી મધ (૨૫૦ ગ્રા. પેક) : શ્રેણીક એજન્સી, ૩૧૫-જી.બી. કોમ્પલેક્ષ, મોટી ટાંકી ચોક સહિત ત્રણ સ્થળોએથી મધના નમૂના લેવામાં આવ્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.