ધંધુકા અને ધોલેરા તાલુકાના ખેડૂતોને તારીખ 20 ડિસેમ્બર સુધીમાં કે વાય સી કરાવી લેવા તાકીદ કરાઈ. - At This Time

ધંધુકા અને ધોલેરા તાલુકાના ખેડૂતોને તારીખ 20 ડિસેમ્બર સુધીમાં કે વાય સી કરાવી લેવા તાકીદ કરાઈ.


અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકાના ખેડૂતોને તારીખ 20 ડિસેમ્બર સુધીમાં કે વાય સી કરાવી લેવા તાકીદ કરાઈ.
ડોમ થી દવા છટકામ કામ શરૂ છે ખેડૂતોને સબસીડી અપાય છે ગ્રામસેવકનો સંપર્ક કરવો વિસ્તરણ અધિકારી ખેતીવાડી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકામાં ખેતીવાડી શાખા દ્વારા સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કે વાય સી ની કામગીરી ગ્રામસેવકો દ્વારા ગામડે ગામડે હાથ ધરવામાં આવી છે આ યોજનામાં સહાયનો હપ્તો મળેલ હોય અને હવે પછી ખાતામાં મળવા માટે આગામી તારીખ 20 ડિસેમ્બર 2022 સુધીમાં જે તે ગામના ગ્રામસેવકનો ગામડે સંપર્ક કરી ખેડૂતોને કે વાય સી કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે અન્યથા ખેડૂતો સરકારની કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવાથી વંચિત રહી જશે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકામાં સરકારની કિસાન સન્માન નિધિ યોજના તળે ગામે ગામ માં ગ્રામસેવકો દ્વારા કેમ્પ કરીને ખેડૂતોની કે વાય સી કરવાનું કામ ધમધમાટ ચાલી રહ્યું છે ધંધુકા અને ધોલેરા ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી ઠાકોરે આ અંગે જણાવ્યું હતું કે સરકારની યોજના મુજબ ખેડૂતોને તેમના બેંક ખાતામાં ઓનલાઈન સહાય ચૂકવવાની કામગીરી કાર્યરત છે જે ખેડૂતોને અગાઉ ની સહાયનો હપ્તો મળેલ છે અને હવે પછી સહાય નો હપ્તો મળવા પાત્ર છે તેવા તમામ ખેડૂત ખાતેદારોએ આગામી તારીખ 20 મી ડિસેમ્બર સુધીમાં કે વાય સી જે તે ગામના ગ્રામ સેવક પાસે કરાવી લેવાની રહેશે સરકારના આદેશ અનુસાર ખેડૂત ખાતેદાર કે વાય સી કરાવી ફરજિયાત છે અને જે કે વાય સી નહીં કરાવેલ હોય તો ખેડૂતો યોજનાની સહાયથી વંચિત રહી જશે જેથી સમય મર્યાદામાં કે વાય સી કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે વધુમાં ખેતીવાડી શાખા વિસ્તરણ અધિકારી ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ડોમ દ્વારા દવા છટકાવ ની કામગીરી શરૂ છે જેમાં ખેડૂતોને સરકારની યોજના ના ધારા ધોરણ મુજબ 90 ટકા સબસીડી મળવાપાત્ર છે જે તેને લાભ લેવો માગતા ખેડૂત ખાતેદારોએ જે તે ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરી અરજી કરવા માટે માર્ગદર્શન મેળવી સમય મર્યાદામાં અરજી કરવા જણાવ્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.