શ્રી આદર્શ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયની વધુ એક ભવ્ય સફળતા
શ્રી આદર્શ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયની વધુ એક ભવ્ય સફળતા
વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં આદર્શ વિદ્યાલયની એક કૃતિ *બ્લાઇન્ડ સ્ટીક* ની જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે પસંદગી........
જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બોટાદ દ્વારા આયોજિત શ્રી વિક્રમાદિત્ય શાળા વિકાસ સંકુલમાં સમાવિષ્ટ શાળાઓ માટે એસવીએસ કક્ષાનું વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન - 2022 શ્રી એમ ડી શાહ વિદ્યાલય ખાતે તા.16-12-2022 શુક્રવારના રોજ યોજવામાં આવેલ.
જેમાં આદર્શ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયની 2 કૃતિઓ રજૂ કરવામાં આવેલ.
પ્રથમ કૃતિ *સ્માર્ટ ડસ્ટબીન* કે જે શાળાના ધોરણ 10 માં અભ્યાસ કરતા બાળ વૈજ્ઞાનિકો 1. ગોલાદરા ધ્વની અશોકભાઈ અને 2. આગોલા ઋત્વિ બીપીનભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ. જેઓને શાળાના વિજ્ઞાન શિક્ષિકા સમાબેન મુસાણીનું સંપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયેલ.
દ્વિતીય કૃતિ *બ્લાઇન્ડ સ્ટીક* કે જે શાળાના ધોરણ 10 માં જ અભ્યાસ કરતા બાળ વૈજ્ઞાનિકો 1. જાદવ સ્મિત દિલીપભાઈ અને 2. સવાણી કૌટીલ્ય જીતેન્દ્રભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ. જેઓને શાળાના વિજ્ઞાન શિક્ષિક શ્રી કલ્પેશભાઈ ભૂંગાણી દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયેલ.
આ ગણિત , વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં શાળાની એક કૃતિ *બ્લાઇન્ડ સ્ટીક જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ છે...* તે બદલ બંન્ને બાળ વૈજ્ઞાનિકો તેમજ બંને માર્ગદર્શકશ્રીઓને શાળાના ટ્રસ્ટીશ્રી પ્રભુભાઈ ત્રાસડીયા સાહેબ , શાળાના આચાર્યશ્રી સંજયભાઈ ધાંધલ સાહેબ , તમામ શિક્ષકશ્રી તેમજ સમગ્ર શાળા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. સાથોસાથ આ કૃતિ આગળ પણ વધુ પ્રગતિના પંથોને સર કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવે છે.
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.