કારમાં 0009 નંબર લેવા 15 લાખની બોલી લગાવી પછી પૈસા જ ન ભર્યા
કાર સિરીઝમાં 0007 નંબર 1.77 લાખ, 0002 નંબર 1 લાખમાં વેચાયો
વાહનચાલકો નવું વાહન ખરીદ્યા બાદ મનગમતા નંબર લેવા પાછળ લાખો રૂપિયા ખર્ચવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ આરટીઓમાં થોડા દિવસ પહેલા કાર સિરીઝ GJ03MR માટે એક અરજદારે 0009 નંબર લેવા માટે 15.01 લાખની બોલી લગાવી હતી પરંતુ આરટીઓના નિયમ પ્રમાણે 5 દિવસમાં રકમ ભરવાની હોય છે.
પરંતુ આ અરજદારે હજુ સુધી કાર નંબર માટે બોલી લગાવેલી રકમ 15.01 લાખ હજુ સુધી ભર્યા નહીં હોવાનું આરટીઓમાંથી જાણવા મળ્યું છે. હુંસાતુંસીમાં 0009 ચોઈસ નંબર માટે 15.01 લાખ રૂપિયા ભરવા તૈયાર થયેલો અરજદાર આખરે ફરી ગયો હતો અને આરટીઓમાં પૈસા 5 દિવસ થઇ જવા છતાં જમા કરાવ્યા નથી. જોકે આરટીઓ દ્વારા હજુ બે દિવસનો સમય અપાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.