ઈતિહાસમાં પહેલી વખત રાજકોટમાં ધો.6થી 12ની 1000 દીકરી માટેનું ગુરુકૂળ બનશે, સંચાલન મહિલાઓ જ કરશે
મોટારામપર ગામે બનશે અદ્યતન ગુરુકૂળ, રહેવા-જમવા સહિતની તમામ સુવિધા મળશે
રાજકોટ સહિત રાજ્યભરમાં છોકરાઓ સ્વમિનારાયણ ગુરુકૂળમાં ભણતા હોય તેવું આપણે અનેક વખત સાંભળ્યું હશે પરંતુ ઈતિહાસમાં પહેલીવાર રાજકોટની ભાગોળે દીકરીઓ માટે ખાસ ગુરુકૂળ બની રહ્યું છે. શહેરની ભાગોળે મોટા રામપર ગામે દીકરીઓ માટેનું અદ્યતન ગુરુકૂળનું નિર્માણ થઇ રહ્યું છે.
આ ગુરુકૂળમાં દીકરીઓને શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન કરાશે. ધોરણ 6થી 12 સુધી દીકરીઓને અભ્યાસની સાથે હોસ્ટેલ સહિત રહેવા-જમવાની સગવડ અપાશે. જૂન-2023થી દીકરીઓ માટેનું ગુરુકૂળ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું સ્વામિનારાયણ ગુરુકૂળના સંતોએ જણાવ્યું હતું. આ ગુરુકૂળમાં 1000 જેટલી દીકરીઓની રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.