વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ 🚨 *ચોરીની મો.સા. કુલ-૨ કિ.રૂા.૩૦,૦૦૦/- સાથે એક ચોર ઇસમને પકડી પાડી કેશોદ પો.સ્ટે.નો એક વર્ષ જૂનો મો.સા. ચોરીનો ગુનો ડીટેકટ કરતી વેરાવળ સીટી પોલીસ*
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ
🚨 *ચોરીની મો.સા. કુલ-૨ કિ.રૂા.૩૦,૦૦૦/- સાથે એક ચોર ઇસમને પકડી પાડી કેશોદ પો.સ્ટે.નો એક વર્ષ જૂનો મો.સા. ચોરીનો ગુનો ડીટેકટ કરતી વેરાવળ સીટી પોલીસ* 🚨
💫ચોરીના બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ ચોરીના ગુન્હાઓ આચરતા ઇસમોને પકડી પાડવા *જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એચ.ચૌધરી સાહેબ* નાઓએ જીલ્લામાં બનતા ઘરફોડ/ચોરી/લુંટના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરી કરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને
💫વેરાવળ સીટી પો.સ્ટે.ના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ *સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી એ.સી.સિંધવ તથા પો.હેઙ.કોન્સ. મયુરભાઇ મેપાભાઇ વાજા તથા પો.કોન્સ. જયેશભાઇ બાલુભાઇ ડોડીયા તથા પ્રવિણભાઇ હમીરભાઇ* એ રીતેના પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *PSI શ્રી એ.સી.સિંધવ તથા પો.હેઙ.કોન્સ. મયુરભાઇ મેપાભાઇ વાજા* નાઓને મળેલ બાતમી હકીકત આધારે *વેરાવળ, જી.એમ.બી.ઓફીસ પાસેથી આરોપી- રમેશભાઇ પુંજાભાઇ હેલૈયા રહે.ભાલકા,કામનાથ સોસાયટી વાળાને ચોરીની મો.સા. નંગ-૨ કિં.રૂા.૩૦૦૦૦/- ના મુદામાલ* સાથે આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
💫 *પકડાયેલ આરોપી* - રમેશભાઇ પુંજાભાઇ હેલૈયા જાતે.અનુ.જાતી., ઉ.વ.૫૨, ધંધો.મજુરી, રહે.ભાલકા, કામનાથ સોસાયટી, તા.વેરાવળ
💫 *કબ્જે કરેલ મુદામાલ-*
(૧) હીરો કંપનીની એચ.એફ ડીલક્ષ કાળા કલરની ટાંકી પર લાલ પટા વાળી મોટર સાયકલ જેની આગળ-પાછળ નંબર પ્લેટ લગાવેલ ન હોય અને સદર મો.સા.ના એન્જીન નંબર-HA11EDC9G11321 તથા ચેસીસ નંબર-MBLHA11AZF9J00822 વાળી મો.સા.ના એન્જીન નંબર ઇગુજકોપમાં ઓનલાઇન ચેક કરાવતા સદરહુ મો.સા.ના રજી.નં.-GJ-32-A-4314 ના જણાયેલ જેથી કિ.રૂા.૧૫,૦૦૦/-
(૨) આગળ-પાછળ નંબર પ્લેટ લગાવેલ ન હોય અને સદર મો.સા.ના એન્જીન નંબર-HA10ERGHC53735 તથા ચેસીસ નંબર સ્પષ્ટ ન હોય જે મો.સા.ના એન્જીન નંબર ઇગુજકોપમાં ઓનલાઇન ચેક કરાવતા સદરહુ મો.સા.ના રજી.નં.-GJ-03-JE-3521 ના જણાયેલ જેથી કિ.રૂા.૧૫,૦૦૦/-
કુલ મુદામાલ કિં.રૂા.૩૦,૦૦૦/- નો ચોરી કરેલ મુદામાલ સીઆરપીસી ક.૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ છે
💫 *આરોપીએ આપેલ કબુલાત* -મજકુર આરોપીએ ઉપરોકત કબ્જે કરેલ મો.સા.નં.(૧) રજી.નં.-GJ-32-A-4314 વાળી મો.સા. આજથી એકાદ વર્ષ પહેલા કેશોદ બસ સ્ટેશન પાસેથી તથા મો.સા.નં(૨)રજી.નં.- GJ-03-JE-3521 વાળી મો.સા. આજથી છએક માસ પહેલા કેશોદ રેલ્વે સ્ટેશન પાસેથી ચોરી કરેલાનુ જણાવતા સદરહુ મો.સા.ઓ બાબતે ખરાઇ આત્રી કરતા મો.સા.નં.(૧) રજી.નં.- રજી.નં.-GJ-32-A-4314 વાળી મો.સા. બાબતે *કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૦૨૧૦૯૩૧/૨૦૨૧ આઇપીસી ક.૩૭૯* મુજબનો ગુનો દાખલ થયેલ હોય મજકુર આરોપી તથા મુદામાલ બાબતે કેશોદ પો.સ્ટે. ખાતે જાણ કરવામાં આવેલ છે.
💫 *કામગીરી કરનાર ટીમ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી એસ.એમ.ઇશરાણી ના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી એ.સી.સિંધવ તથા પો.હેઙ.કોન્સ. મયુરભાઇ મેપાભાઇ વાજા તથા પો.કોન્સ. જયેશભાઇ બાલુભાઇ ડોડીયા તથા પ્રવિણભાઇ હમીરભાઇ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.