નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશ પરમારના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ
નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશ પરમારના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ
અકસ્માત થયાનાં પ્રથમ કલાકમાં જો કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્તને સારવાર માટે દવાખાને પહોંચાડે તો તેને પુરુસ્કૃત કરાશે
બોટાદ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશ પરમારના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. અધિક કલેક્ટરશ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં સુચના આપી હતી કે, જિલ્લામાં જે માર્ગો ઉપર અકસ્માતની સંભાવના હોય અથવા અકસ્માત થયા હોય તેવાં તમામ સ્થળે ત્વરિત ધોરણે સ્પીડબ્રેકર લગાવવા તેમજ સાઇનબોર્ડ મૂકવામાં આવે, તેમજ ફેટલ અકસ્માત થયો હોય તેવાં સ્થળની સંયુક્ત મુલાકાત લેવાની તાકીદ પણ કરી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રીએ જિલ્લામાં વિવિધ રોડ પર નડતરરૂપ વૃક્ષોને દૂર કરવા, શાળાઓ તેમજ દવાખાનાઓ પાસે સ્પીડબ્રેકર મૂકવાની સુચનાઓ સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડા જણાવ્યું હતું કે, અકસ્માત થયાનાં પ્રથમ કલાકમાં જો કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્તને સારવાર માટે દવાખાને પહોંચાડશે તો તેને પુરુસ્કૃત કરવામાં આવશે. તેમણે આ વિશે જિલ્લા સ્તરની સમિતી બાબતે સર્વે અધિકારીશ્રીઓને જાણકારી આપી હતી.
ઉક્ત બેઠકમાં કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ-મકાન, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ચીફ ઓફીસરશ્રીઓ, સહિત સંબધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.