મહિસાગર જિલ્લાના બાલાસિનોરની હોટલમાં એક સાથે 45 હિન્દુઓએ સામુહિક બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો
બાલાસિનોરમાં એક સાથે 45 જેટલા હિન્દુ સમાજના લોકોએ ધર્મ પરિવર્તન કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. તમામ લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો અને બૌદ્ધ ધર્મની 22 પ્રતિજ્ઞાઓ લીધી હતી. હોટલમાં ધર્મ પરિવર્તન કરનારા લોકોમાં ખેડા, પંચમહાલ જિલ્લાના પણ લોકો હતા.
3 જિલ્લાના 45 લોકોએ ધર્મ પરિવર્તન કરી લેતા ચકચાર
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી હોટલમાં બૌદ્ધધર્મના ધર્મગુરુની હાજરીમાં બાલાસિનોર નગરના રોહિતવાસના 7 ઈસમો સહિત મહીસાગર જિલ્લા સાથે ખેડા અને પંચમહાલ જિલ્લાના 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધધર્મમાં પરિવર્તન કરી લીધું હતું. સમગ્ર બાબતે ફોટા અને વિડિઓ વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવતા બાલાસિનોર નગર સહિત મહીસાગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ધર્મ પરિવર્તન બાબતે જે લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે તે લોકોએ કાયદાકીય જિલ્લા કલેકટરને અરજી કરવાની રહે છે જે બાદ નાયબ કલેકટર અને મામલતદારને લોકો માટે અભિપ્રાય આપવામાં આવે છે તો ધર્મ પરિવર્તન કરનાર લોકોએ જિલ્લા કલેકટરને અરજી કરી છે કે કેમ તે તપાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કેમ કર્યું ધર્મ પરિવર્તન?
આ બાબતે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરનાર નિલેશકુમાર વાલજીભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં જાતિવાદ ભેદભાવ છે બૌદ્ધ ધર્મમાં માનવ માત્ર એક સમાન સૂત્રથી ધર્મ ચાલે છે. તેમજ સામાજિક ઉત્થાનના લીધે ધર્મ પરિવર્તન કર્યો છે. આ બાબતે હિન્દુધર્મમાંથી બૌદ્ધધર્મ પરિવર્તન કરનાર માયાવંશી કમલેશકુમાર લાલજીભાઈએ જણાવ્યું હતું કે, બૌદ્ધ ધર્મમાં પંચશીલના આદર્શ ઉત્તમ હોવાના લીધે તેનાથી પ્રભાવિત થઈને આ ધર્મ પરિવર્તન કરેલ છે જે માટે અમે મહીસાગર જીલ્લા કલેકટરને અરજી કરેલી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.