કેન્દ્રીય વિદ્યાલય પાસે એકટિવાની ડીકીમાંથી મોબાઈલ અને રોકડ ભરેલા પર્સની ચોરી
કેન્દ્રીય વિદ્યાલય પાસે પાર્ક કરેલ એકટીવાની ડીકીમાંથી મોબાઈલ, રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલ પર્સની અજાણ્યો તસ્કર ચોરી ગયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે ફરિયાદી ટ્વીન્કલબેન અશોકભાઇ કાચા (ઉ.વ.24) (રહે.યોગીનગર 12 રાણીટાવર પાછળ કાલાવાડ રોડ) એ જણાવ્યું હતું કે, તે બીગ બજાર સામે ઇમ્પીરીયલ હાઇટસમાં આવેલ રેંજ એક્સપોર્ટ પ્રા.લીમા નોકરી કરે છે.ગઇ તા .03ના રાત્રીના તેમનું એક્ટીવા નં-જીજે.14.કયું- 9111 કાલાવાડ રોડ આત્મીય કોલેજની બાજુમા કેન્દ્રીય વિધ્યાલય સામે પાર્ક કરેલ હતું.
બાઇકની ડેકીમાં તેમનું પર્સ રાખેલ હતુ જેમાં એક મોબાઈલ ફોન રૂ. ત્રણ હજાર,તેમજ રોકડા રૂ.પાંચ હજાર તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ કાર્ડ હતું.
જ્યારે ફરિયાદી બાઇક પાસે આવી જોયું તો બાઇકની ડીકી ખુલી હતી અને તેમાં રાખેલું પર્સ ચોરી થઈ ગયેલી જણાતાં જરૂરી ડોક્યુમેન્ટ અને મોબાઈલ તેમજ રોકડ મળી રૂ.8 હજારના મુદામાલની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.
બનાવની ફરિયાદ પરથી તાલુકા પોલીસ મથકના એએસઆઈ ખાંભલાએ અજાણ્યાં તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.