રણછોડનગરના વિધવાએ વ્યાજખોરના ત્રાસથી ફીનાઇલ ગટગટાવ્યું
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે.થોડા સમય પહેલા જ વ્યાજખોરના ત્રાસથી સોની પરિવારે સામુહિક આપઘાત કરી લીધો હતો.ત્યારે રાજકોટના રણછોડનગરના વિધવાએ ઘર ચલાવવા અને દીકરીના લગ્ન પ્રસંગ માટે અલગ અલગ ચાર વ્યક્તિ પાસેથી નાણાં વ્યાજે લીધા હતા તે નાણાં તેઓએ સમયસર ચૂકવી દીધા છતાં પણ વ્યાજખોર વધુ નાણાં માંગતા કંટાળીને મહિલાએ ફીનાઇલ પી લીધું હતું.
હાલ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વધુ વિગતો મુજબ,રણછોડ નગરમાં રહેતા દંમયતીબેન દિનેશભાઈ કાપડિયા(ઉ.વ.50)એ રાત્રીના એકાદ વાગ્યે ફીનાઇલ પી લેતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.દંમયતીબેનના પતિનું એક વર્ષ પહેલાં અવસાન થયું હતું.તેમને સંતાનમાં બે પુત્ર એક દીકરી છે.દીકરો અંકિત ચાંદીકામ કરે છે.તેઓને દીકરીના લગ્ન કરવા હોય અને ઘર ચલાવવા માટે નાણાવટી ચોકમાં ધરમનગર ક્વાર્ટરમાં રહેતા કાનાભાઈ દરબાર પાસેથી બે લાખ લીધા હતા.
કમાબેન પાસેથી એક લાખ લીધા હતા તેઓને બે લાખ ચૂકવ્યા હતા. દૂધની ડેરી પાસે રહેતા અહેમદભાઈ પાસેથી 50 હજારની ડાયરી લીધી હતી તેમને પણ વ્યાજ સહિત એક લાખ ચૂકવી દીધા હતા.તેનો પુત્ર ઘરે આવી ધમકી આપે છે અને મારકુટ પણ કરે છે.તેમજ લક્કીરાજસિંહ પાસેથી એક લાખ લીધા હતા.આ ચારેય વ્યાજખોરને વ્યાજ સહિત નાણા ચૂકવી દીધા છતાં પણ મકાન વેંચી નાખવાનું કહી તેમજ ઘરે આવી નાણાંની પઠાણી ઉઘરાણી કરવાની ધમકી આપી રહ્યા છે.દંમયતીબેનના આક્ષેપ અંગે તેનું નિવેદન લેવા તજવીજ આદરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.