રાજકોટના પ્રૌઢ સાથે માર્કેટ ટ્રેડિંગમાં નફો આપવાની લાલચે રૂ.1.48 લાખની ઠગાઈ - At This Time

રાજકોટના પ્રૌઢ સાથે માર્કેટ ટ્રેડિંગમાં નફો આપવાની લાલચે રૂ.1.48 લાખની ઠગાઈ


મુંજકામાં રહેતા જનકભાઇ મેરૂભાઇ હાડા(રાજપુત)(ઉ.વ.51)એ ફેસબુક મારફતે જાહેરાત વાંચી વડોદરાના કલ્પેશનો સંપર્ક કરી માર્કેટ ટ્રેડિંગમાં નાણાં રોકી વધુ નફો કમાવવાની લાલચે રૂ.1.48 લાખ રોકતા કલ્પેશે રૂ.17 હજાર વળતર પેટે આપ્યા બાદ નાણાં આપવાનું બંધ કરી છેતરપીંડી કર્યાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જનકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારી પત્ની શીતલબેન તેમજ મારા દીકરા સાથે રહું છુ અને હું અમારા ઘર દીવાબતીની રૂ ની વાઇટો બનાવી મારૂ તેમજ મારા પરીવારનુ જીવન ગુજરાન ચલાવું છુ.હું છેલ્લા ત્રણેક વર્ષથી ફેસબુક એપ્લીકેશનનો ઉપયોગ કરતો હોય અને ચારેક મહીના પહેલા મારે ફેસબુકના પેઇજ માધ્યમથી મેં જાહેરાત જોઈ હોય જેમાં માર્કેટ ટ્રેડીંગમાં 30 ટકા પ્રોફીટ શેરીંગ અને દરરોજ વધુ નફાની જાહેરાત જોઇ જેમાં આપેલા મોબાઇલ નંબર હતા.જેથી મે તેમાં ફોન કરતા સામેથી ફોન રીસીવ કરેલ ન હોય.
બીજા દિવસે મને મારા મોબાઇલ નંબર ઉપર ફોન આવ્યો હતો.તેઓએ પોતાનું નામ કલ્પેશભાઈ કહ્યું હતું અને ફોન આવેલ અને મે તેઓને આપેલ રોકાણમાં વધુ વળતર આપવા બાબતની જાહેરાત વિશે પુછતા તેઓએ મને કહ્યું કે પોતે ટ્રેડીંગનું કામ કરે છે અને તમે મને જે રકમ આપો તેના પોતે 3% લેખે તમોને વળતર આપસે અને તે વળતર હું તમોને રોજે-રોજ ચુકવી આપીશ તેમ જણાવતા મેં આ કલ્પેશભાઇને આ બાબતે એગ્રીમેન્ટ કરવાનું જણાવતા તેઓએ જણાવ્યું હતું કે હું વિશ્વાસથી કામ કરૂ છું.
જો આ બાબતે તમારે જાણવુ હોય તો મારી પાસેના અન્ય રોકાણકારોના નામ-નંબર આપી શકુ છુ તેઓને પુછી શકો છો અને તે રીતે મારી સાથે વિશ્વાસ કેળવી જણાવ્યું હતું.તમોને પેમેન્ટ રોજે રોજનુ મળી જશે તેની મારી ગેરેન્ટી છે તેમ જણાવતા મારી પાસે રૂ.1,48,000 જેટલી રકમ હોય જેથી મે તેઓને આ રકમનુ રોકાણ માટે કહેતા તેઓએ મને પોરબંદર બેન્કના બેંક એકાઉન્ટ નંબર આપ્યા હતા.
તેમાં આ રકમ જમા કરાવવાનું કહેતા અમોએ બેંકના ખાતા નંબરમાં મારા પત્ની શીતલના બેંક એકાઉન્ટમાંથી રૂ.1,00,000 ટ્રાન્સફર કરેલ હતા.બાદમાં બીજા રૂપીયા મારા દીકરાના બેંક એકાઉન્ટમાંથી રૂપીયા 48,000 ટ્રાન્સફર કર્યા હતા અને બાદમાં આ કલ્પેશભાઇએ સાથે રક્મ જમા થયેલ છે અને બીજા દિવસથી તમોને તમારૂં 3% લેખે વળત2 રોજે રોજ બેંકમાં જમાં કરાવી આપીશ તેવું વચન અને વિશ્વાસ આપ્યો હતો અને શરૂઆતના દિવસોમાં આ કલ્પેશભાઇ એ બેંકમાં 3% લેખે કટકે કટેક કુલ રૂ.17,880/- વળતરના મારા પત્ની શીતલબેનના એકાઉન્ટમાં જમાં કરાવ્યા હતા.
બાદમાં તેઓએ નાણાં પર વળતર આપવાનું બંધ કરી દીધું હતું અને આ કલ્પેશભાઇ સાથે મારે ફોન ઉપર વળતર આપવાનું કેમ બંધ કરી દીધું છે તે બાબતે ચર્ચા થતા તેઓએ હાલમાં મારી પાસે પૈસા નથી અને મારી પાસે પૈસા આવશે એટલે તમોને તમારા રૂપીયા વળતર સહિત આપી દઇશ તેમ જણાવ્યું હતું.બાદમાં તેઓને અવાર નવાર અમારા રોકાણ કરેલા રૂપિયા તેમ જ વળતર બાબતે ફોન કરતા આ કલ્પેશભાઇ શાંતિલાલ દુર્ગય(રહે. જી.આઇ.ડી,સી મકરપુરા,વડોદરા) અવાર નવાર બહાના બતાવી રોકેલ રૂપીયા તેમજ વળતરના રૂપિયા પરત આપ્યા ન હોય અને રોકાણ ના રૂ.1.48 લાખની રકમ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ઓળવી જતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ હાર્દિકભાઈ રવૈયાએ તપાસ કરી આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.