રામવનના રોડ અને ઓપન એર થિયેટરના કલર કામના બિલમાં કાતર ફરી, આધાર કેન્દ્રો માટે 17.36 લાખના ખર્ચે નવી 14 કીટ ખરીદાશે - At This Time

રામવનના રોડ અને ઓપન એર થિયેટરના કલર કામના બિલમાં કાતર ફરી, આધાર કેન્દ્રો માટે 17.36 લાખના ખર્ચે નવી 14 કીટ ખરીદાશે


રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમીટીની આજે બેઠક મળી હતી. જેમાં 1-7થી 30-9 સુધીનો ત્રિમાસિક ઓડિટ રીપોર્ટ રજૂ કરાયો હતો. જુદા જુદા બિલમાં સાડા સાત લાખના ઓવર બીલ અટકાવાયા હતા અને પોણા બે લાખના અંડર પેમેન્ટ સુધારવામાં આવ્યા હતા. કુલ 7.47 લાખના ઓવર પેમેન્ટ અને 1.77 લાખના અંડર પેમેન્ટ રોકીને બીલમાં સુધારા કરાયા હતા. રામવનના રોડ અને ઓપન થિયેટરના કલર કામના બિલમાં કાતર ફેરવવામાં આવી હતી. તેમજ આધાર કેન્દ્રો માટે 17.36 લાખના ખર્ચે નવી 14 કીટ ખરીદવામાં આવશે. સોલીડ વેસ્ટ શાખા સહિતના પ્રોજેક્ટ માટે એનઆઇસીએસઆઇ એજન્સીને સ્વચ્છતાની સલાહકાર તરીકે રોકવા 35.11 લાખ મંજૂર કરાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.