પતિ જુગારમાં રૂપિયા હારી જતા પત્નીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ - At This Time

પતિ જુગારમાં રૂપિયા હારી જતા પત્નીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ


સાધુ વાસવાણી રોડ પર મહાદેવ રેસીડેન્સીમાં રહેતા હિરલબેન ભરતભાઈ રાઠોડ (ઉ.26) આજે બપોરે પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિ. પોલીસને જાણ કરી હતી. વધુમાં હિરલબેનના પતિ ભરતભાઈ નર્સીંગમાં ખાનગી હોસ્પીટલમાં નોકરી કરે છે અને તે પગારના રૂપિયા ઘરે આપવાને બદલે જુગારમાં હારી જતા ઘરનું ગુજરાન કેમ ચલાવવું તેની ચિંતામાં તેમણે પગલું ભર્યુ હતું. પરણીતાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયેલ હતા અને સંતાનમાં એક પુત્રી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.